આર.કે.યુનિવર્સિટીએ વિશ્ર્વનાં પ્રતિષ્ઠિત પ્રોજેકટ નઈનોવેશન ઈકોસિસ્ટમ ઈન હાયર એજયુકેશનપમાં સહભાગી ૮ દેશોની ૧૪ યુનિવર્સિટીઓમાંથી એક છે. આ પ્રોજેકટને યુરોપિયન કમિશનના ERASMUS + પ્રોગ્રામ-કેપેસીટી બિલ્ડીંગ ઈન હાયર એજયુકેશન હેઠળ સહભંડોળ પુરુ પાડવામાં આવે છે. જેનો હેતુ ભાગીદાર યુનિવર્સિટીઓમાં ઈનોવેશન ઈકોસિસ્ટમમાં તથા જે તે દેશનાં ઉચ્ચ શિક્ષણમાં યોગદાન આપવાનો છે. આ પ્રોજેકટ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં રોજગારી વધારવા માટેના પ્રયાસ હાથ ધરાશે. ઈનોટલ પ્રોજેકટ માટે બીજો વર્કશોપ અને મેનેજમેન્ટ મીટિંગ પોખરા યુનિવર્સિટી નેપાળ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં ડેનિશ પટેલ, એકિઝકયુટીવ વાઈસ પ્રેસિડન્ટ, આર.કે.યુનિવર્સિટી, ડો.નિલેશ કાલાની, ડાયરેકટર સ્કુલ ઓફ એન્જિનિયરીંગ અને ડો.ધર્મેશ રાવલ, ડાયરેકટર, સ્કુલ ઓફ મેનેજમેન્ટે હાજરી આપી હતી. જયારે આ પ્રોજેકટ માટે આર.કે.યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ વર્કશોપમાં રોજગારી, નવીનતા અને ઉધોગ સાહસિકતાના વ્યાપક મુદાઓને લગતા વિવિધ મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. યુરોપની યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના શ્રેષ્ઠ પ્રયાસોની પણ ચર્ચા થઈ હતી. જેમાં પ્રોજેકટ માટેના વિગતવાર એજન્ડા અને પ્રોજેકટના ઉદેશો કેવી રીતે પ્રાપ્ત થશે તેની વ્યુહરચનાઓ રજુ કરવામાં આવી હતી. વર્કશોપ દરમ્યાન આર.કે.યુનિવર્સિટીએ પોખરા યુનિવર્સિટી, નેપાળ સાથે એમઓયુ દસ્તાવેજોનું વિનિમય કર્યું હતું જે બંને યુનિવર્સિટીઓને એકબીજાની શ્રેષ્ઠ પઘ્ધતિઓનું આદાન-પ્રદાન કરવામાં સહાયક નિવડશે. આ પ્રોજેકટના સકારાત્મક પરિણામો ભારતના અભ્યાસ ક્ષેત્રે નજીકનાં ભવિષ્યમાં ખુબ કારગર નિવડશે.