કાર્યક્રમમાં ડીએનએ તથા પ્રોટીન તપાસ માટેની આધુનિક તકનીકો વિશે ચર્ચા કરાઈ
ગુજરાત બાયોટેકનોલોજી મિશન ,ગુજરાત સરકારના સહયોગથી રાજકોટની આરકે યુનિવર્સિટી ખાતે એડવાન્સ મોલેક્યુલર બાયોલોજી અને ઇમ્યુનોલોજી ટેક્નિક્સ પર બે દિવસીય નેશનલ લેવલ હેન્ડ્સ ઓન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી, ઇમ્યુનોલોજી, બાયોકેમિસ્ટ્રી અને મોલેક્યુલર બાયોલોજીના ક્ષેત્રમાં પ્રાયોગિક પ્રવૃત્તિઓનો ઉપયોગ, ટેલરિંગ અને સંચાલન દ્વારા વ્યવહારિક કાર્યની અસરકારકતામાં સુધારો કરવા માટે સહભાગીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રોગ્રામમાં ડીએનએ અને પ્રોટીન તપાસ માટેની આધુનિક તકનીકો જેમ કે ગ્રેડિયંટ પીસીઆર, એસડીએસ – પેજ, રેકોમ્બિનન્ટ ડીએનએ તકનીક, રેડિયલ ઇમ્યુનો ડિફ્યુઝન એસે અને વેસ્ટર્ન બ્લોટિંગ વિશે ચર્ચા કરવામાં આવી હતી. સહભાગીઓને ઔધ્યોગિક અને સરકારી ક્ષેત્રોમાં આગળ વધવા માટે મદદરૂપ થઈ શકે તે રીતે સમગ્ર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંતમાં વર્કશોપના તમામ સહભાગીઓએ આરકે યુનિવર્સિટીના સાયન્સ વિભાગ ખાતે બાયોરિસર્ચ અને કેરેકટરાઇઝેશન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી જે ઉચ્ચ અને અધ્યતન ઉપકરણોથી સજ્જ છે.