બાયોઇન્ફોર્મેટીકસ એ ઉભરતું ક્ષેત્ર છે. છતાં જીવવિજ્ઞાનના કોઇપણ ક્ષેત્રને સંબંધીત હાલના સંશોધન માટે સૌથી આવશ્યક તકનીક છે. પરંતુ વિજ્ઞાનના આ ક્ષેત્રના નિપુણતા ધરાવતા લોકોનો અભાવ છે. આ મુદાને ઉકેલવા માટે સ્કુલ ઓફ સાયન્સ, આર કે યુનિવીર્સિટી, રાજકોટના માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા બાયોઇન્ફોમેટિકસ એન્ડ બાયોસ્ટેટીસ્ટિકસ પર હેન્ડસ ઓન વર્કશોપ નામના છ દિવસના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કર્યુ હતું જેને (ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન) દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો.
વિવિધ યુનિવસીર્ટીઓ અને કોલેજોના ફેકલ્ટીઝ અને સંશોધન વિદ્વાનોએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર, ગાંધીનગરના સંયુકત ડિરેકટર ડો. જયશંકર દાસ દ્વારા આ વર્કશોપનું ઉદધાટન કરવામાં આવ્યું હતું. છ દિવસ દરમ્યાન ૧૦ થી ૧પ વર્ષના અનુભવ ધરાવતા વિવિધ નિષ્ણાતોએ લેકચર આપ્યા હતા.
વર્કશોપના દરમ્યાન વિવિધ બાયોઇન્ફોમેટીકસ અને બાયોસ્ટેટીસ્ટિકસ સાધનો જેમ કે જીન સિકવેન્સ વિશ્રલેષણ, બ્લાસ્ટ, કલસ્ટલ, સ્વિસપ્રોટ, ફીલોજેનેટિક ટ્રી ક્ધસ્ટ્રકશન વગેરે પર પ્રેકિટકલ લેકચર દ્વારા વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ દરમિયાન યોગ અને આઇસ બ્રેકિંગ પ્રવૃતિઓ સાથે વિષયોનું મિશ્રણ હતું જેને સહભાગીઓની સકારાત્મક પ્રતિક્રિયાઓ મળી હતી.