ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) તથા વિજ્ઞાન અને તકનીકી વિભાગ, ગુજરતા સરકાર દ્વારા પ્રાયોજીત ડ્રગ ડિસ્કવરી એન્ડ ડિઝાઈન ડીડી ૨૦૧૮ વર્કશોપનું આયોજન સ્કૂલ ઓફ ફાર્મસી, આર.કે. યુનિ. દ્વારા કરવામાં આવ્યું હતુ. ડો. દેવાંગ પંડયા ડિરેકટર સ્કૂલ ઓફ ફાર્મસી અને ડો. પ્રવીણ તિરગર પ્રોફેસર સ્કુલ ઓફ ફાર્મસીના નેતૃત્વમાં આયોજીત આ પ્રકારનો વર્કશોપ સૌરાષ્ટ્રની ફાર્મસી ઈન્સ્ટિટયુટમાં પ્રથમ વખત યોજવામા આવ્યો હતો.
આર.કે. યુનિ.ના એકિઝકયુટીવ વા. પ્રેસીડન્ટ ડેનિશભાઈ પટેલ, વા. ચા.ડો.ટી.આર. દેસાઈ અને એસ્પી ફોર્મ્યુલેશન પ્રા.લી. રાજકોટના મેનેજીંગ ડિરેકયર વીરેન્દ્રભાઈ કોઠારીએ વર્કશોપનું ઉદઘાટન કર્યું અને સહભાગીઓને આ વર્કશોપમાંથી જ્ઞાન મેળવવા અને તેનો ઉપયોગ સામાન્ય જીવનમા કરવા માટેની પ્રેરણા આપી હતી.
આ વર્કશોપમાં ડો.મિહિર રાવલ ડો. એમ.એમ.સોનીવાલા, ડો. આશુતોષ જાની, તથા આર.કે. યુનિ.ના ડો.વિપુલ પટેલ, ડો. પંકજ કપુપરા, બાંસુરી ગામી અને ડો. વિજયકુમારે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. આ વર્કશાપેને એક નવા અને આધુનિક અભિગમના કારણે સહભાગીઓ તરફથી અદ્રુત પ્રતિસાદ મળ્યો હતો.