યુકે, ફિલીપાઈન્સ સહિતના દેશોના પ્રોફેસરો છાત્રોને મદદરૂપ થયા
નવા સ્ટાર્ટઅપને આગળ ધપાવવા અને સ્થાપેલા બિઝનેસના ગ્રોથ માટે આર.કે. યુનિવર્સિટીમાં મહત્વના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં આંતરરાષ્ટ્રીય તજજ્ઞો દ્વારા બિઝનેસના વિવિધ પાસાઓ અંગે છણાવટ કરવામાં આવી હતી. રાજકોટ આર.કે. યુનિવર્સિટી દ્વારા ‘ઈકો સ્ટાર્ટ’ નામની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ આ કોન્ફરન્સમાં જે લોકો બીઝનેશ સ્ટાર્ટ કરવા માંગતા હોય તે લોકો માટે તેમજ જે લોકો પોતાનો બીઝનેશ વધારવા માટે મદદરૂપ થાય તે હેતુ આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ આ સેમીનારમાં (યુ.કે.), ફીલીપાઈન જેવા અલગ અલગ દેશોમાંથી પ્રોફેસરોએ આવી અને આર.કે.યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ માટે આ સેમિનારનું આયોજન કરાયું હતુ આ સેમીનાર બે દિવસ સુધી ચાલનાર છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આંતરરાષ્ટ્રીય પ્રોફેસરોએ માર્ગદર્શન આપ્યું: ડો.આરતી જોષી
ડો. આરતી જોશી (ડાયરેકટર ઓફ સ્કુલ મેનેજમેન્ટ)એ જણાવ્યું હતુ કે આરકે યુનિવર્સિટીએ હંમેશા એક દાખલો બેસાડીયો છે. આ કોન્ફરન્સ દ્વારા અમે બિઝનેશશરૂ કરનાર તથા બિઝનેસ ને આગળ વધારવા માટે માધ્યમ પૂરૂ પાડીએ છીએ જેથી આગળ વધી શકાય અને સારી આવક મેળવી શકાય છે. સરકાર દ્વારા ઘણી યોજનાઓ છે જે નવા બિઝનેશને શરૂ કરવામાં અને આગળ વધારવામાં મદદ
કરે છે. જે અંગે માહિતી પણ આ કોન્ફરન્સ દ્વારા આપવામાં આવી હતી આ સેમીનારમાં માર્ગદર્શન આપવા માટે ઓસ્ટ્રેલીયા, બલગેરીયા, યુનાઈટેડ કિંગ્ડમ, જેવા દેશોમાંથી પ્રોફેસર અહી આવ્યા હતા. જેના દ્વારા ઉદ્યોગ ક્ષેત્રે પ્રગતી કરવા માટે પ્રોત્સાહીત અને માર્ગદર્શન કરવામા આવ્યું હોવાનું અંતમાં ડાયરેક્ટર ઓફ સ્કૂલ મેનેજમેન્ટ ડો. આરતી જોશીએ જણાવ્યું હતું.
ખેડુતોની આવક વધારવાનું લક્ષ્ય: રૂસ દીયાઈકો
રૂસદીયાકો (ફીલીનાઈન્સ) જણાવ્યું હતુ કે હુ એગ્રીકલ્ચર ટેકનોલોજી ડીપાર્ટમેન્ટમાં ડીરેકટર છું જે ફિલીપાઈન્સયુનિવર્સિટીમાં આવે છે હું નાના ખેડુતોને મદદ કરૂં છું કે પોતાની આવક કેવી રીતે વધારી શકાય છે. આર.કે. યુનિવર્સિટીમાં આવીને ખૂબ આનંદ થયો છે. ખેતી ક્ષેત્રે વિશે નોલેજ આપતા મને ખુશી અને આનંદ થાય છે આવી રીતે લોકોની તથા વિદ્યાર્થીઓની મદદ કરીને પણ મને આનંદ થાય છે.
અહીં આવીને ખૂબજ પ્રભાવિત થયો: સ્ટીફ પોલાર્ડ
સ્ટીફ પોલાર્ડ (યુનાઈટેડ કિંગ્ડમ)એ જણાવ્યું હતુ કે રાજકોટની આર.કે. યુનિવર્સિટી દ્વારા ઈકો સ્ટાર્ટ કરીને જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમીનાર બીઝનેશ સ્ટાર્ટઅપ માટે મદદરૂપ થાય છે. અહી આવીને હું ખૂબ પ્રભાવિત થયો છું આ અદભૂત યુનિવર્સિટી છે અહી વિતાવેલો સમય ખૂબ સરસ છે. અહીની આગતા સ્વાગતા પણ મને ખૂબ ગમી છે.