ભારતના લોહપુરુષ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને સમગ્ર દેશમાં ખુબ લાગણીપૂર્વક ઉજવવામાં આવી હતી. જેમાં રાજકોટની આર.કે.યુનિવર્સિટીમાં પણ આ અવસરને ઉજવવા માટે રન ફોર યુનિટી અને શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉપરાંત ફેકલ્ટી મેમ્બર્સે ભાગ લીધો હતો. શપથ સમારોહ દરમ્યાન બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ દ્વારા સમાજમાં એકતા જાળવી રાખવા અને દેશનું સન્માન જાળવી રાખવાના શપથ લેવામાં આવ્યા હતા.
આરકે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર એન.એસ.રામાણીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને ભારત દેશ અને ભારતની સંસ્કૃતિની વધુ નજીક જવાનો અવસર મળે છે. એમાં પણ સરદાર પટેલ જેવા વ્યકિતત્વને વધુ સારી રીતે સમજવાની તક મેળવી એ વિદ્યાર્થીઓ અને દેશના ભવિષ્ય માટે ખુબ મહત્વની બાબત છે. વિદ્યાર્થીઓ દ્વારા સાચા હૃદયે લેવામાં આવેલી એકતા જાળવી રાખવાની શપથ સમાજ માટે ચોકકસપણે પરિવર્તન‚પ સાબિત થશે.