વિઘાર્થીઓ દ્વારા ગુજરાતી ગરબા, કવિતા, પ્રતિબંધીત ગેમ પબજી અંગે જાગૃતિ માટે નાટક સહીતના આયોજનો કરાયા
ગુણવત્તા ભર્યુ શિક્ષણ અને વિઘાર્થીઓની તાલીમ માટે પાયોનીયર ગણાતી એવી સંસ્થા આર.કે. યુનિવર્સિટી દ્વારા વિઘાર્થીઓને પ્રોત્સાહન મળે તેવા કાર્યો અવાર નવાર કરવામાં આવતા હોય છે. જેના ભાગરુપે રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે વિઘાર્થીઓની કળાને વિકસાવતા અનોખા કાર્યક્રમ ગેલોર-૨૦૧૯ નું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્કુલ ઓફ સાયન્સ, સ્કુલ ઓફ ફાર્મસી, સ્કુલ ઓફ ફીઝીયોથેરાણી, આયુર્વેદ કોલેજ એનડ હોસ્પિટલ, સ્કુલ ઓફ મેનેજમેન્ટ, ડિપ્લોમાં સ્ડડિઝ અને એગ્રેકલ્ચર સાયન્સના વિઘાર્થીઓ જોડાયા છે. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત રમત ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. તેમાં અનેક પ્રકારના પ્રોગ્રામો
જેમ કે નૃત્ય, નાટક કરવામાં આવ્યા હતા. તેમાં ગુજરાતી ગરબા, હિંદી ગીત, ગુજરાતી કવિતા, અને જે સરકાર દ્વારા અમાનીય છે. તેવી ગેમ પબજી વિશે પણ આર.કે. યુનિવર્સિટીના વિઘાર્થીઓએ સરસ મજાનું નાટક કર્યુ હતું તેના વિઘાર્થીઓને પબજીને લઇને ખરાબ અસર અને આદત વિશે જાગૃકતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથે જ ભરત નાટયમ, સંગીત કાર્યક્રમમાં વાંસળી, ગીયર જેવા યંત્ર નો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
શૈક્ષણિક વર્ષ દરમ્યાન જે વિઘાર્થીઓ સારી મહેનત અને સારી ભણવાની લાયકાતને જોઇ તેમને સ્ટુડનટ ઓફ ધ પરથી નવાજવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ૪૦૦૦ થી વધુ વિઘાર્થી ત્યાં ઉ૫સ્થિત રહ્યા હતા. સાથે જ આર.કે. યુનિવર્સિટી ના શિક્ષણ ગણ સહીતના મહાઅનુભવો પણ ઉ૫સ્થિત રહ્યા હતા.
વર્ષ દરમ્યાન રમત ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમનાં વિજેતાને ગેલોર કાર્યક્રમ દ્વારા મેડલ ને એવોર્ડથી મહાનુભાવો ના હસ્તે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા સાથે જ વિઘાર્થીઓ પણ ખુબ જ ઉત્સાહ ભેર આ કાર્યક્રમના ભાગ લીધો હતો અને અન્ય પ્રકારની પ્રવૃતિકરી હતી. તેમાં અલગ અલગ વર્ષના વિઘાર્થીઓ ઉ૫સ્થિત રહ્યા હતા સાથે જ શિક્ષક ગણ દ્વારા પણ વિઘાર્થીને સારી એવી તૈયારી કરાવવામાં આવી હતી.
આર.કે. યુનિવર્સિર્ટીના ગેલોન કાર્યક્રમમાં આર.કે. યુનિવર્સિટીના ડીન ફેકલ્ટી ઓફ મેડીસીન અને ડાયરકેટર સ્કુલ ઓફ ફિઝયોથેરાપી ડો. પ્રિયાંશુ રાઠોડ એ અબતકની મુલાકાતે જણાવ્યું હતું કે ગેલોર એ એમની યુનિવસિટી નો એક ફેસ્ટીવલ અને આ કાર્યક્રમ છેલ્લા ૧૩વર્ષથી ઉજવવામાં આવે છે.
દર વર્ષે ૩ મહીનાનો એક પ્રોગ્રામ હોય છે અને તેના સ્પોર્ટસ અને કલ્ચર એકટીવીટી ઉજવાય છે. અસંખ્ય પ્રકારની સ્પોર્ટસની ઇન્ડોર અને આઉટડોર કોમ્પીટીશન થાય છે અને કલ્ચર એકટીવીટીમાં પોતાના રહેલી પ્રતિભા વિઘાર્થીઓ આગળ લોકોને બતાવી શકે તે માટે આવા કાર્યક્રમ યોજતા હોય છે. અને ગેલોરનું જે ફિનાલે છે તે વિઘાર્થીનું ફાઇનલ ફિનાલે છે.
અને જયારે વિઘાર્થીઓ સ્ટેજ પર પોતાની પ્રતિભા જાહેર કરે અને એ ર મહીનામાં જે વિઘાર્થી સ્પોર્ટસ અને કલ્ચરમાં તેમને એવોર્ડ જીત્યા હોય તે વિઘાર્થીને આ ગેલોર કાર્યક્રમમાં આપવામાં આવે છે. અને આ કાર્યક્રમ બે દિવસ યોજવામાં આવ્યો છે. અને ચાર હજારથી વધુ વિઘાર્થીઓએ કાર્યક્રમનો લાભ લીધો હતો.
આર.કે. યુનિવર્સિટી ના ડો. નિલેશ કાનાણી ડીન ઓફ ફેકલ્ટી એ અબતકની મુલાકાતે જણાવ્યું હતું કે ગેલોન એ આરકયુનેશન નો વાર્ષિક કલ્ચર અને સ્પોર્ટસ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં જુદી જુદી ર૧ જાતની પ્રવૃતિઓ કરવામાં આવી છે. જેમાં ૧પ કોમ્પીટીશન સ્પોર્ટસની છે અને ૬ કોમ્પીટીશન કલ્ચર એકટીવીટીસની છે અને આના સિવાય ઘણા બધા સ્ટેજ કાર્યક્રમ પણ કરવામાં આવ્યા છે. અને જુદી જુદી ચાર સ્કુલનાં પણ પ્રોગ્રામ કરયા છે. જેના વિઘાર્થીને તેમની પ્રતિભા વ્યકત કરવાનો મોકો આવ્યો છે.
આર.કે. યુનિવસિટીના સ્ટુન્ડ ઓફ ધ યર ચંદ્રેશ ભીમાણી દ્વારા અબતકની મુલાકાતે જણાવ્યું હતું કે તે પોતે ગેલોરમાં પાંચ વર્ષથી ગાય લે છે. તે પોતે તેમાંથી ત્રણ વખત સ્ટુડન્ટ ઓફ ધ યર બન્યા છે અને આર.કે. યુનિવર્સિટી દ્વારા મહેનત કરતા વિઘાર્થીઓને સારી એવી તક આપવામાં આવે છે. આખા વર્ષમાં જે મહેનત કરી હોય તેને ગેલોર દ્વારા પ્રોત્સાહન આપી ઉત્સાહીત કરવામાં આવે છે. તેમાં દરેક વર્ષ ઇન્ટરવ્યુ લેવામાં આવે છે તેનાથી આર.કે. યુનિવર્સિટી સારી મહેનત અને ટેલેન્ટ ને ગોતી સ્ટુડન્ટ ઓફ ધ યર થી નવાજે છે.
આર.કે. યુનિવસિટી દ્વારા આ ગુજરાતી ગરબા ગ્રુપ હતું તેમને ગુજરાતને અને ગુજરાતી ગરબાને લઇને એક સાથે એવો ગરબો કરાયો હતો તેમાં ૧૦ થી ૧ર વિઘાર્થીઓએ ભાગ લીધો હતો અને ગરબા કરી ગુજરાતી હોવાનું ગર્વ અનુભવ્યું હતું.