નિષ્ફળતાથી દૂર ના ભગવું ,સપનાઓ પર અડી રહેવું વાતોથી ઘબરાવું નહીં ,મહેનતને બસ ભેટી લેવું,ત્યારેજ બને છે જીવનમાં સફળતાની પરિભાષા” આ વાક્ય સાર્થક કરતું એક ફિલ્મ તે રિઝવાન. રિઝવાન અડતિયા ફાઉંડેશન દ્વારા ઘણી ખરી સેવાકિયા પ્રવૃતિ કરવામાં આવી છે. ત્યારે હાલમાં જ રિઝવાન અડતિયા પર ટૂક સમયમાં એક હિન્દી ફિલ્મ લોન્ચ થવાની છે. જે સત્ય ઘટના પર આધારિત છે. જેમાં તેમનીજ જીવનની ગાથા પર લખાયેલી પુસ્તક પરથી પ્રેરણા લેવાયી જે ડો શરદ ઠાકર દ્વારા લખાયેલી છે. 

WhatsApp Image 2019 12 14 at 12.34.53 PM

આ ફિલ્મના નિર્દેશક હરેશ વ્યાસ અને તેનું લેખન ડો. શરદ ઠાકર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિશેષ અભિનેતા તરીકે વિક્રમ મહેતા,કેયૂરી શાહ,ભાર્ગવ ઠાકર, જલપા ભટ્ટ, ગૌરવ ચંસોરી,દિગીષા ગજ્જર, સોનું મિશ્રા,સાગર મસરાની,હિતેશ રાવલ,ચિરાગ ક્ત્રેચા જેવા અભિનેતા જોવા મળશે. આ ફિલ્મ તે હાલના યુવા પેઢી માટે ખૂબ પ્રેરણારૂપી બનશે તેવી આશા છે. પોરબંદરનો એક ગુજરાતી જે પોતાના સ્વપ્ન પૂર્ણ કરવા આફ્રિકા પહોચ્યાં અનેક મુશ્કેલીનો સામનો કર્યા બાદ પણ કેવી રીતે પોતાના સ્વપ્ન પૂર્ણ કરી આફ્રીકામાં પોતાનો ધંધો વિકસાવ્યો અને તે પોતે કઈ રીતે આફ્રિકાના લોકો માટે એક સેવા આપી એક શ્રેષ્ટ વ્યક્તિ બન્યા તેના પર આ આખી ફિલ્મ તે રિઝવાન. પોતાના જ  જીવનની સંઘર્ષ ગાથા રજૂ થઈ છે. આ ફિલ્મના ગીતોમાં ગીત “સુકાર હે વ્યાધિ નથી” જેનું સંગીત સોહેલ સેન અને તેના શબ્દો  અનિલ ચાવડા ભાવેશ ભટ્ટ  દ્વારા લખાયેલ છે. અલત્મશ ફરીદી દ્વારા તેનો સુરીલો અવાજથી ગાયું છે. રિઝવાન ફિલ્મમાં બીજું એક ગીત “આઓ સબકો સિખ્લાએ” જેનું સંગીત સોહેલ સેન અને તેના શબ્દો અનિલ ચાવડા અને ભાવેશ ભટ્ટ દ્વારા લખાયેલ છે. આ ગીત હિન્દી ફિલ્મ જગતના ખૂબ જાણીતા એવા મિસ્ટર ઉદિત નારાયણ દ્વારા ગવાયું છે.જે ખૂબ ખાસ અને ભૂલાય નહીં તેવી બાબત છે. ત્યારે જીવનમાં કેવી હાર્યા જીત મેળવી શકાય તેના અને સપના રંગી શકાય તેવું આ ફિલ્મ દર્શાવે છે તેના ટ્રેલર થકી.

સંઘર્ષની ગાથા દર્શવામાં આવી છે. માનવ સેવા દ્વારા શિખરો સર કરી શકાય છે તે દ્રષ્ટાંત દ્વારા આ ફિલ્મમાં બતાવમાં આવ્યું છે. રિઝવાન અડતિયા અબતકની ખાસ વાતચીતમાં તેઓએ કહ્યું કે, તે આ ફિલ્મ માટે ખૂબ ઉત્સાહી અને આ ફિલ્મ દરેક વ્યક્તિ માટે એક પ્રેરણા બનશે. આ ફિલ્મ તે દરેક જીવનમાં આવતી દરેક  સમસ્યા માટે સમાધાન આપશે. આ ફિલ્મમાં તેના જીવનની અનેક પાસા દર્શાવ્યા છે. ત્યારે તેમને પોતાના બાળપણનો એક પ્રસંગ વ્યક્ત કર્યો.જેમાં તેમને માનવસેવા તેજ પ્રભુસેવા અને તેમજ પરમાત્મા હોય તેની તેમને ખબર પડી. ૧૫વર્ષની ઉમરે ૧૭૫ પગાર નૌકરી એ લાગ્યા. ત્યારબાદ પોરબંદરના ભાવસીજી હોસ્પિટલની બહાર રાતે બેઠા હતા ત્યારે તેઓને એક વડીલ વ્યક્તિ દવાની દુકાન શોધતા તેમની પાસે આવ્યા. તે વડીલ પાસે આવી કહ્યું કે તેમના દીકરાની તબિયત સારી ના હોવાથી દવા લેવાની છે. ત્યારે તેઓ પોતે તે વડીલ સાથે દવા લેવામાં મદદ કરી અંતે બિલ આવ્યું તો તેમાં ૧૧૦ રૂપિયા હતા અને તેમની પાસે માત્ર ૭૦ તો રિઝવાન અડતિયા પોતે પોતાનો બધો પગાર આપી તે વડીલને કહ્યું કે તમે આ રાખો જરૂર લાગે ત્યારે ઉપયોગ કરજો. તો આ સેવાનું કામ કરી તેમને આનંદની અનુભૂતિ થઈ. કે તેમનો પગાર કોઈના સારા માટે વપરાયા. તે  ૧૯૮૫થી આજ સુધી તેઓએ કોઈ પણ સેવાનો મૌકો છોડયો નથી. સેવા કરવાથી સૂકુનની અનુભૂતિ થાય છે અને ભગવાનના આશીર્વાદ મળે છે. તો તેવો એવું પણ કહે છે કે આજના યુગમાં સાચું સુખ દેવાથી મળે છે લેવાથી નહીં. આજના યુગમાં શાંતિ થી કામ લ્યે સમય બદલાતા બધુ અઘરું થતું જશે અને જો પૈસા બચાવો થોડા ઘણા દરરોજ. જીવનમાં શાંતિથી કામ લેવું. કારણ માંદા પડ્યા પછી દવાખાને જાવ છો પણ જો જીવનમાં પહેલેથી સ્ટ્રેસના લ્યો અને તેનાથી જીવનમાં ઘણું કામ સારું થઈ જશે. આ ફિલ્મ પણ સેવાભાવના પર છે અને મે પણ મારૂ જીવન સેવાને જ ન્યોછાવર કર્યું છે. તો સેવા ભાવના એજ પરમાત્માની સાચી સેવા છે. આ ફિલ્મ ચાર રીતે લોકોને પ્રેરણા આપશે કે  આજના યુવાન નિષ્ફળતાથી મળ્યા બાદ તે અંત માની લેતા હોય છે તો તેના માટે આ ફિલ્મ પ્રેરણા બનશે. ત્યારબાદ આજના લોકો નવા ધંધા કરવાથી કે બંધ થવાથી અટકી જતાં હોય છે તો તેવા માટે આ ફિલ્મ એ પ્રેરણા બનશે. પરિવારમા એકતાનો સાર પૂરો પાડશે  અને સૌથી છેલ્લી પ્રેરણા તે આજે જે લોકો મોટા ધંધા કરે છે તેમના માટે સમાજ સેવા કેટલી અગત્યની છે. આ  રિઝવાનનું ફિલ્મનું પ્રીમિયર રાજકોટ ખાતે લોન્ચ થયું ત્યારે તે ફિલ્મના અનેક અભિનેતાઓ તેવું જણાવ્યું કે આ ફિલ્મ તે લોકો અને બાળકો એ નિહાળ્યા બાદ આપ્યો કઈક આવો પ્રતિસાદ કે આ ફિલ્મ જે લોકોને એ નથી ખબર કે સંઘર્ષ શું છે તે ખબર પડશે. સાથે જીવનમાં સેવા કેવી રીતે કરાય તે પણ આપણને ખબર પડે છે. દરેક વ્યક્તિ સફળ બન્યા પછી ક્યારેક સમાજ ભૂલી જતાં હોય છે તો એ સેવાની ભૂમિકા આ જીવનમા શું છે તેની પણ આપણને આ ફિલ્મ સમજાવે છે. રિઝવાન અડતિયાના જીવનમાથી દરેક વ્યક્તિને સંઘર્ષથી સફળતાનો સાર મળશે. 7537d2f3 11

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.