મહિલાઓનો હલ્લાબોલ: પાલિકા અને પાણી પૂરવઠા બોર્ડની જવાબદારીથી ફેંકાફેંકી

શહેરમાં લોકોની સમસ્યાઓ ને હાલ કરવામાં સદંતર નિષ્ફળ નીવડેલી પાલિકા સામે શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે ખાસ કરીને અવારનવાર ગટરના ગંદા પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે શહેરના વોર્ડ નંબર એકમાં આવેલ કુંભાર પરા વિસ્તારમાં ગટરના ગંદા

પાણી જાહેર રસ્તાઓ પર ભરાઈ જતાં મહિલાઓ એ હલ્લાબોલ કર્યો હતો અને આ અંગે રજૂઆત કરવા પાલિકા કચેરીએ પહોંચ હતી જ્યાં થી તેઓને જણાવ્યું હતું કે આ કામ પાણી પુરવઠા બોર્ડનું હોય જે થી અમે આમાં કાઈ ન કરી શકીએ.

આમ તો મોટાભાગે શાસક પક્ષ અને વિપક્ષ એકબીજા પર લોકોને પડતી સમસ્યાને લઇ આક્ષેપો પ્રતિ આક્ષેપો કરતા હોય છે પરંતુ હળવદ નગરપાલિકામાં કંઈક જુદું જ છે અહીં ભાજપના ચૂંટાયેલા સભ્યો માં જ બે ભાગ પડી ગયા હોય જેને કારણે લોકોની સમસ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે.

શહેરમાં ખાસ કરીને કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવવામાં આવી છે પરંતુ આ ગટરના ગંદા પાણી અવારનવાર જાહેર રસ્તાઓ પર ફરી વળતા નગરજનોને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે પંદરેક  દિવસ થી શહેરના વોર્ડ નંબર એકમાં આવેલ કુંભાર પરા વિસ્તારમાં ગટરના ગંદા પાણી જાહેર રસ્તાઓ પર ભરાઈ જવાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

સાથે જ અહીં ભરાયેલા ગટરના ગંદા પાણીને દુર કરવા મહિલાઓ પાલિકા કચેરીએ રજૂઆત કરવા જાય તો તેઓને જણાવવામાં આવે છે કે ગટરનું કામ પાણી પુરવઠા બોર્ડ ની પાસે છે હજુ આ કામ પાલિકાએ સાંભળ્યું નથી જેથી પાણી પુરવઠા બોર્ડ અને પાલિકાની  અણઆવડતને કારણે શહેરીજનોને  પરેશાની ભોગવવી પડે છે સાથે મહિલાઓ જણાવી રહી છે કે અમારા વિસ્તારમાં ગટરના ગંદા પાણી ભરાયા છે જેને કારણે રોગચાળો ફેલાયો છે તેમજ અમારા બાળકો અહીંથી સ્કૂલે ભણવા જાય છે તેઓને પણ આ ગટરના ગંદા પાણીમાંથી જ પસાર થવું પડે છે જેથી વહેલી તકે અહીં ગટરનું કામ યોગ્ય કરવામાં આવે અને જે ગટરના પાણી રસ્તા ઉપર ભરાયા છે તેને દૂર કરવામાં આવે તેવી અમારી માંગ છે.

IMG 20200218 211144

પાણી પુરવઠા બોર્ડે એક તરફી ગટરનો કબજો છોડી દેતા સમસ્યા સર્જાઈ: ચીફ ઓફીસર

વોર્ડ નંબર એકમાં કુંભારપરા વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર ભરાયેલા ગટરના ગંદા પાણીને લઇ પાલિકા ચીફ ઓફિસરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ કામ હાલ પાણી પુરવઠા બોર્ડ પાસે હોય અને તેઓએ એક તરફી ગટરનો કબજો છોડી દેતા તેનુ મેન્ટેનસ કરતા કોન્ટ્રાકટરોએ કામ બંધ કરી દેતા સમસ્યા સર્જાઈ છે જેથી આ અંગે લોકોની સમસ્યા હલ કરવા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને જણાવ્યું હોવાનું ચીફ ઓફિસર સાગર રાડિયાએ જણાવ્યું હતું.

અમારી રજૂઆતો પાલિકા સાંભળતી નથી: વિપક્ષ

વોર્ડ નંબર એકમા ચૂંટાયેલા ત્રણ સદસ્યો કોંગ્રેસના હોય જેથી પાલિકા અહીંના લોકોને પડતી સમસ્યા સાંભળતી નથી અમારા દ્વારા અનેક વખત પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી રજૂઆતો ધ્યાને લેવામા આવી નથી જો આગામી દિવસોમાં અમારા વિસ્તારના લોકોને પડતી તકલીફો દૂર કરવામાં નહીં આવે તો અમે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવું કોંગ્રેસના સદસ્ય મનસુખભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું. ગટરના પાણી પ્રશ્ર્ને પાલિકા અને પાણી પૂરવઠા બોર્ડ જવાબદારીની ફેંકાફેંકી કરી રહ્યું હોય લોકોની હાલાકી વધી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.