• 100 વર્ષ પૌરાણિક ધનવંતરી ભગવાનના મંદિર ખાતે પૂજાનું આયોજન
  • આગામી સમયમાં ધન્વતરી ભગવાનના મંદિરનું ભવ્યાતિભવ્ય પુન:નિર્માણ કરાશે લોકોના આરોગ્ય અને સુખાકારી માટે વૈદ્યસભા દ્વારા નવા બિલ્ડીંગનું નિર્માણ કરાશે
  • ધનવંતરી ભગવાનની પૂજા કરતા અબતક સાંધ્ય દૈનિકના મેનેજિંગ તંત્રી સતીષકુમાર મહેતા

DSC 8063

રાજકોટ વૈદ્યસભાના વડીલો દ્વારા પ્રસ્થાપિત 100 વર્ષ પૌરાણિક ધનવંતરી ભગવાનના મંદિર ખાતે ધનતેરસના શુભ દિવસે આરોગ્યના અધિષ્ઠાતા ધનવંતરી ભગવાનની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પૂજાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે અબતક સાંધ્ય દૈનિકના મેનેજિંગ તંત્રી સતીષકુમાર મહેતા તથા ડો.સંજય જીવરાજણી ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ તેમના દ્વારા ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવી હતી. પૂજાવિધિના યજમાન તરીકે વૈદ્યરાજ લાભશંકરભાઈ રાવલ તથા ભારતીબેન રાવલ રહ્યા હતા. મંત્રોચ્ચાર તથા વિધિ વિધાન સાથે ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવી હતી. પૂજા બાદ વેદ સભાના સભ્યો દ્વારા અબતક સાધ્ય દૈનિકના મેનેજિંગ તંત્રી સતીષકુમાર મહેતાનું પુષ્પગુચ્છ સાથે સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે અબતક સાંધ્ય દૈનિકના મેનેજિંગ તંત્રી સતીષકુમાર મહેતાએ જણાવ્યું કે,વૈદ્યસભા દ્વારા આયોજિત ભગવાન ધનવંતરીની પૂજાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અને પૂજા કરવાનો લાવો મળતા ધન્યતા અનુભવું છું.સમાજને આરોગ્ય માટેનો અભૂતપૂર્વ વારસો આયુર્વેદએ આપ્યો છે.તેમજ આયુર્વેદના તબીબ નિષ્ણાંતો ખૂબ જ સારું સેવાકીય કાર્ય લોકો માટે કરી રહ્યા છે.વૈદ્યસભાના સભ્યો દ્વારા પ્રજાલક્ષી આરોગ્યની સેવાકીય પ્રવૃત્તિને અવિરત ચલાવતા એવા આયુર્વેદના તબીબોનું પણ પુષ્પગુચ્છથી કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું આ તકે વૈદસભાના પ્રમુખ હરનારાયણ ભાઈ મંદિરે જણાવ્યું કે,આરોગ્યના અધિષ્ઠાતા ધનવંતરી ભગવાનની પૂજા હર વર્ષે પરંપરાગત રીતે કરવામાં આવે છે.

DSC 8149

ધનવંતરી ભગવાનના પ્રાગટ્ય દિવસે તેમનું પૂજન કરવામાં આવે છે.આઠમાંમાં રાષ્ટ્રીય આયુર્વેદના દિવસે ભગવાન ધનવંતરીની પૂજાનું આયોજન કરાયું હતું.વૈધસભાના મંત્રી ભાનુભાઈ મેતાએ જાણવ્યું કે,ધનવંતરી ભગવાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે પૂજા કરવામાં આવી છે.ભવિષ્યમાં ધનવંતરી મંદિરનો તથા વૈદ્યસભાના કર્યાનો પ્રચાર પ્રસાર થાય એવા પ્રયાસો કરીશું. રાજકોટ ધનવંતરી મંદિરનું આગામી સમયમાં ભવ્યથી ભવ્ય રીતે પન:નિર્માણ કરવામાં આવશે.લોકોના આરોગ્ય અને સુખાકારી માટે વૈદ્યસભા નવી બિલ્ડીંગનું નિર્માણ કરશે. ધનવંતરી ભગવાનના પ્રાગટ્ય દિવસે પૂજા કરી વૈદ્યસભાસભાના સભ્યો દ્વારા એવો સંકલ્પ કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમને સફળ બનાવવા વૈદ્યસભાના પ્રમુખ હરનારાયણભાઈ મંડિર, ઉપપ્રમુખ ચિંતનભાઈ વૈદ્ય,મંત્રી ભાનુભાઈ મેતા સહિતના સભ્યોએ જેહમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.