જૂના ટાયરો જમીન જ નહીં ભૂતળના પાણીને પણ પ્રદુષિત કરતા હોવાનું એન.જી.ઓ.ના અભ્યાસમાં ખુલાશાે
દેશમાં વાહનોની વધી રહેલી સંખ્યાના કારણે ટાયરોનું વેચાણ વઘ્યું છે. સાથે સાથ વાહનોનાં જૂના ટાયરોનાં નિકાલને લઇ મોટી સમસ્યા સર્જાઇ છે. ત્યારે જુના ટાયરોને સળગાવી કે બેન્ડફીલ સાઇટ પર નાશ કરવાને કારણે જમીનની સાથો સાથ ભૂગર્ભ જળ પણ પ્રદુષિત થઇ રહ્યું હોવાનું ચોકાવનારુ તારણ ચિંતન નામના એન.જી.ઓ.ના અભ્યાસમાં બહાર આવ્યું છે. એન.જી.ઓ. ચિંતને જૂના ટાયરોનો ફરી ઉપયોગ કરવાની સાથે પ્રદૂષણ ઘટાડી રાહતનો શ્ર્વાસ લેવા ટાયરમાંથી રસ્તા નિર્માણ કરવાની ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ભાર મૂકયો છે.
એન.જી.ઓ. ચિંતન દ્વારા કરાયેલા અભ્યાસ મુજબ દેશમાં વર્ષ ૨૦૧૬-૧૭ માં ૧૨૭.૩૪ મીનીલયન ટાયરનું ઉત્૫ાદન કરવામાં આવે છે. અને દર વર્ષ ત્રણ લાખ જેટલા ટાયરોની આયાત થાય છે. ચિંતાજનક બાબતનો એ છે કે આમાંથી ૬૦ ટકા ટાયરો બેન્ડફીલ સાઇટ પર સળગાવીને કે કોઇને કોઇ રીતે નાશ કરવામાં આવે છે જેના કારણે પ્રદુષણનું પ્રમાણ ખુબ જ વધે છે બેન્ડફીલ સાઇટમાં ટાયરોનાં નાશને કારણે જમીનમાં તો રબ્બર નુકશાન કરે છે. સાથે સાથે ટાયરનાં રબ્બરને કારણે ભૂગર્ભનાં પાણી પણ પ્રદુષિત થતા હોવાનું અભ્યાસમાં જણાવાયું છે.
વધુમાં અભ્યાસક્રમમાં જણાવાયું છે કે વર્ષ ૨૦૦૦ માં માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા જૂના ટાયરોના ઉ૫યોગ કરી રસ્તા નિર્માણ કરવા ખાસ પરિપત્ર પણ અમલમાં મૂકવામાં આવ્યો છે આ સંજોગોમાં જો પર્યાવરણ માટે જોખમ ઉભુ કરતા જૂના ટાયરોને રીટ્રેડીંગ કરી વપરાશ કરવાની આપો આપ સરકાર દ્વારા કરવામાં આવેલી ભલામણ મૂજબ જો જૂના ટાયરોનો રસ્તા બતાવવા માટે ઉપયોગ કરવામાં આવે તો પૃથ્વી પર જૂના ટાયરો માંથી નીકળતો ઝેરી ગેસનું પ્રમાણ ઘટાડી લોકો માટે રાહતનો શ્ર્વાસ લઇ શકાય તેવી વ્યવસ્થા થઇ શકે તેમ હોવાનું અભ્યાસક્રમમાં જણાવાયું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,