૨૦૦૯માં પાકિસ્તાનમાં યોજાનારી મેચમાં શ્રીલંકા ક્રિકેટ ટીમની બસ પર આતંકી હુમલો થયો હતો
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની તેના દેશમાં ક્રિકેટ રમવાની અરજીને ન્યુઝીલેન્ડે ફંગાવી દીધી છે. પીસીબીના કીવી બોર્ડે ટી-૨૦ સીરીઝ માટે પાકિસ્તાનમાં મેચનું આયોજન કરવાની અપીલ કરી હતી પરંતુ સુરક્ષા-સલામતીના ભાગરૂપે ન્યુઝીલેન્ડે ઘસીને ના પાડી દીધી હતી. ન્યુઝીલેન્ડ ઓકટોબર-નવેમ્બર વચ્ચે દુબઈમાં પાકિસ્તાન સામે ૩ ટેસ્ટ અને ૩ વન-ડે સીરીઝ જ રમી શકશે. જોકે આ અંગે ઔપચારીક જાહેરાત કરવામાં આવી નથી. પણ પીસીબીને આશા છે કે તે ન્યુઝીલેન્ડને પાકિસ્તાનમાં ટી-૨૦ રમવા માટે મનાવી જ લેશે.
ન્યુઝીલેન્ડ બોર્ડના ગેગ બાર્કેલે જણાવ્યું હતું કે, પીસીબી અમારા નિર્ણયથી નિરાશ જરૂરથી થશે તે પાકિસ્તાનમાં અમને બોલાવી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ માંડવા માંગે છે માટે તે અમારા ઈનકારથી નાખુશ થશે પણ તે સારા લોકો છે અને મને લાગે છે કે તેઓ અમારી વાત સમજીને તેને સ્વીકૃતિ આપશે. ૨૦૦૯માં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકી હુમલા બાદ ઘણી ટીમોએ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવાથી સાફ ઈન્કાર કર્યો છે. મેં ૨૦૧૫માં બિમ્બાબ્વેએ પાકિસ્તાનમાં મેચ રમવાની પહેલ કરી હતી પરંતુ સીરીઝ દરમ્યાન પણ સ્ટેડીયમમાં નાનો એવો બ્લાસ્ટ થયો હતો. પાકિસ્તાનમાં ક્રિકેટ બહાલીની કોશિષ બાદ તેઓ સતત વિશ્વાસ જીતવાના પ્રયત્નો કરી રહ્યા છે. તાજેતરમાં જ ત્રણ ટી-૨૦ માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમ ઘણા દિવસો માટે પાકિસ્તાનમાં રહી હતી ત્યારે આ પ્રસ્તાવને ન્યુઝીલેન્ડ ટીમે ફંગાવી દીધો છે હવે પાકિસ્તાન ન્યુઝીલેન્ડને મનાવવામાં સફળ જશે કે કેમ તે આવનારો સમય જ જણાવશે.