દેશમાં પ્રવર્તમાન પ્રોવિડન્ટ એન્ડ પેન્શન ફંડ ટ્રસ્ટ દ્વારા હજારો કરોડો રૂપિયાનું બોન્ડમાં કરાયેલ રોકાણ જોખમમાં મુકાય જાય તેવું સ્થીતિ ઉભી થઇ છે. પ્રોવિડન્ટ અને પેન્શન ફંડ ટ્રસ્ટો દ્વારા નેશનલ કંપની લો એપલેટ ટ્રાબીનલમાં કરેલી અરજીમાં દહેશત વ્યકત કરી છે કે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડના બોન્ડને અસુરક્ષિત રોકાણના દરજજાના કારણે મોટી રકમની ખોટ જવાનો અનેક હજારો કરોડનો આઇએલએફએમ જુથનું રોકાણ ઘોવાઇ જાય તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે.
પ્રોવિડન્ટ અને પેન્શન ફંડમાં કેટલાનું રોકાણ થયું છે તેનો નિશ્ચિત આંકડો દર્શાવવામાં આવતું નથી. તેમ છતાં રોકાણ અંગેના તજજ્ઞોએ એવો અંદાજ વ્યકત કર્યો છે કે કંપનીના બોન્ડના રુપમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ થયું છે.પેન્શન અને પ્ર્રોવિડન્ડની ફંડના આ રોકાણો રિટાર્યમેન્ટ ફંડ અત્યારે સુધી સલામત આવકનું મુખ્ય સ્ત્રોત માનવામાં આવતા અને ઓછા વ્યાજદર છતાં આ રોકાણ સલામત ગણવામાં આવતું હતું.
દેશમાં પ૦ જેટલા નિવૃત માટેના ભંડોળોથી ૧૬ લાખ જેટલા કામદારોને નિવૃતિ પછીના લાભો આપવામાં આવી રહ્યા છે. વિદ્યુત બોર્ડ સહિતના વિશાળ ખાનગી ક્ષેત્રો આ યોજનામાં સામેલ છે તે તમામ સંસ્થાનોના ભંડોળને મોટી ખોટનું જોખમ ઉભું થાય છે.
દેશમાં વિશાળ સભ્ય સંખ્યા ધરાવતા અને કામદારોની ભવિષ્ય નિધિ તરીકે ફંડ ઉભું કરનાર કંપનીઓમાં એમ.એમ.ટી.સી. ઇન્ડીયન ઓઇલ,સીડકો, હુડકો,આઇ.ડી.બી. આઇ,એસ.બી. આઇ.,ગુજરાત વિદ્યુત બોર્ડ અને હિમાચલ પ્રવેશ સહીતના જુથોએ આ અરજી દાખલ કરીને પોતાના ભંડોળ ની અસલામતિની શકયતા માટે સવાલ ઉઠાવ્યા છે.
આ અરજીમાં દાદ માંગવામાં આવી છે કે કલમ ૫૩માં અસલામત રોકાણની વ્યાખ્યામાં આવતાં આવા ભંડોળની સલામતિની વ્યવસ્થા કરવી જોઇએ. દેશમાં ૮૦ થી વધુ ભંડોળ આધારીત યોજનાઓમાં ૧૪ લાખથી વધુ કર્મચારીઓનું ભવિષ્ય સુનિધિન કરવામાં આવ્યું છે.
જયારે આ અંગે આઇ.એફના પ્રવકતાનો સંપર્ક કરવામાં આવ્યું ત્યારે પ્રવકતા શરદ ગોયલે આ અંગે કશું જ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. તાત્કાલીક ઉભી થયેલી ચિંતા માટે સામે આવી છે. કે આઇ.એન.એવી એફ દ્વારા ભંડોળને ત્રણ ભાગમાં વિભાજીત કરી દેવાયું છે.
જેમાં લીલો અંબરર અને લાલની શ્રેણીના વર્ગીકરણમાં ૩૦૨ આંતરીક જુથોમાંથી ૧૬૯ કંપનીઓમાંથી માત્ર રર ને જ ગ્રીન શ્રેણીમાં મુકવામાં આવ્યો છે. અને તેમને તમામ પ્રકારના લાભ મળશે જયારે અન્ય દેશ કંપનીઓને ખૂટતા નાણા ભરવા પડશે. જયારે ૩૮ જેટલી કંપનીઓ કે જે લાલ શ્રેણીમાં મુકવામાં આવી છે તેમને ભંડોળની મર્યાદાના કારણે કોઇ લાભ આપવામાં નહિ આવે આવી કંપનીઓના બોન્ડને હાંસિયામાં ધકેલી દેવાશે.
આઇ.એન.એલ.એફ. પ્રોવિડન્ટ ફંડની તરફેણ કરી રહ્યું છે. જાહેર સાહસોને સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા અને એલ.આઇ.સી. જેવી સંસ્થાઓનો પીઠબળ છે.લોકસભાની ચુંટણી પહેલાં જ ઉભા થયેલા આ મુદ્દાને પણ રાજકીય રંગ ચડી રહ્યો છે પી.એફ. ટ્રસ્ટ અને પેન્શન ભંડોળના કરોડો રૂપિયાની અશકયામતોનો આ મુદ્દો ચુંટણી ટાણે જ ભારે ચર્ચામાં આવ્યો છે.