નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ ના બીજા ત્રિમાસિક ગાળામાં ગ્રોસ એન.પી.એ. નો આંકડો ઘટયો
વાહ, ગુજરાત, બેંકોની એન.પી.એ. માં ઘટાડો થયો છે ! મતલબ કે બેડ લોન્સ ઉપર અંકુશ મૂકી શકાયો છે. આના માટે સરકારે શ્રેણીબઘ્ધ પગલાં લીધા હતા.
તાજા અહેવાલ અનુસાર સ્ટેટ લેવલ બેન્કર્સ કમીટીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ ના બીજા ત્રિમાસિક ગાળામાં ગ્રોસ એન.પી.એ.નો આંકડો ‚ા ૩૧૩૧૮ કરોડ નોંધાયો છે જે અગાઉના ત્રિમાસિક ગાળાની તુલનામાં ઓછો છે.
સ્ટેટ લેવલ બેન્કર્સ કમીટીના ક્ધવીનર વિક્રમદિત્ય સિંઘ ખિચિએ જણાવ્યું હતું કે સરકારે અને બેંકોએ બેડ લોન્સ ઘટાડવા, અંકુશમાં લીધા શ્રેણી બઘ્ધ પગલા લીધા જેને સફળતા મળી છે.
જો કે અહી બેંકો માટે પેલી ગુજરાતી કહેવત લાગુ પડે છે. દૂધની દાઝેલી બેંકો છાશ ફુંકી ફૂંકીને પી રહી છે.
બેંકોએ ભંડોળ આવપાનું ઓછું કરી નાખ્યું છે. અથવા તો એમ કહી શકાય કે ભંડોળ આપવામાં બેંકો બાલ કી ખાલ કાઢી રહી છે.
ટૂંકમાં બેંકોમાં બેડ લોન્સનું પ્રમાણ ઘટયું છે. અત્યારે બેંકો લધુ અને મઘ્યમ ઉઘોગો (માઇક્રો સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ)ને ભંડોળ આપવામાં પ્રાધાન્ય આપી રહી છે.