આખા હિમાલયના પ્રદેશમાં આગામી સમયમાં ઘણાં ગંભીર ભૂકંપ આવી શકે છે, જેની તીવ્રતા 8 કે તેથી વધુ હશે. આખો વિસ્તાર ખૂબ જ ગીચ વસ્તી ધરાવતો હોવાથી આટલા મોટા ધરતીકંપના કારણે અનેક લોકોના જીવન ઉપર જોખમ ઉભું થઈ શકે છે તેવું તાજેતરના અભ્યાસ પરથી સામે આવ્યું છે
ભૂગોળ, ઈતિહાસિક અને ભૌગોલિક ડેટાની સમીક્ષા કરીને તેમની અભ્યાસ દ્વારા આગાહી કરાઈ છે. નિષ્ણાતોએ અધ્યયનમાં કહ્યું છે કે આ ગંભીર ભૂકંપ નજીકના ભવિષ્યમાં આવી શકે છે.
અભ્યાસમાં વધુમાં જણાવાયું છે કે, 20મી સદીમાં આવેલા ભૂકંપ કરતા આ ભૂકંપ ભયંકર હોટ શકે છે. આખું હિમાલયન ક્ષેત્ર પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી લઈ પશ્ચિમના પાકિસ્તાન સુધી ફેલાયેલો છે. ભૂતકાળમાં આ ક્ષેત્રમાં અનેક ભૂકંપ આવ્યા હતા. આ ક્ષેત્રમાં ભૂકંપના જોરદાર આંચકની અસર છેક દિલ્હી સુધી થઈ શકે છે.