જમ્મુ-કાશ્મીરના શ્રીનગર રેલવે સ્ટેશન પાસેથી આઇઇડીનો જથ્થો મળ્યા હડકંપ મચી ગયો છે.
આઇઇડીનો આ જથ્થો શ્રીનગર બારામુલા હાઇવે નજીક પુલ પાસેથી મળ્યો હતો.
આ અંગેની જાણ થતાં જ બોમ્બ વિરોધી સ્કવોર્ડ સ્થળ પર ધસી ગઇ છે. અને આસપાસના વિસ્તારોમાં શોધ અભિયાન હાથ ધરાયું છે.
અત્રે અને યાદ આપીએ કે ૧૧ મહીના બાદ આજથી ટ્રેન સેવાઓ ફરી શરૂ થઇ રહી છે. ત્યારે જ રેલવે સ્ટેશન નજીકથી વિસ્ફોટનો જથ્થો મળતા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનવાઇ છે.
૧૧ માસ પછી આજથી બનીહાલ બારામુલા વિભાગમાં આજથી ટ્રેન સેવા પુન: શરુ થઇ રહી છે ૧૩૭ કી.મી.ના આ વિસ્તારમાં ૧૭ સ્ટેશન આવે છે.
રેલમંત્રી પિયુષ ગોયલે અગાઉ જણાવ્યું હતું કે રર ફેબ્રુઆરીથી બનિહાલ, બારામુલા વિસ્તરમાં ટ્રેન વ્યવહાર પુન: શરૂ કરવામાં આવશે.
ગત સપ્તાહે રેલવે મંત્રી પિયુષ ગોયલે ટવીટ કરી હતી કે ઉધમપુર, શ્રીનગર બારામૂલા રેલ લીંક જે કાશ્મીરને દેશના અન્ય વિસ્તારોને જોડે છે અને આગામી વર્ષમાં પૂરી થઇ જશે.