અદાણી ગ્રીનનું ડેટ ઇક્વિટી રેશીયો એશિયામાં બીજા ક્રમ ઉપર
દેણું કરીને પણ ઘી પીવાય પરંતુ આ વાક્ય ત્યારે ચરિતાર્થ થાય કે જ્યારે તે દેણુંની ભરપાઈ કરવામાં જે તે વ્યક્તિ સક્ષમ હોય. આ અદાણી ગ્રીન્સ નું ડેટ ઈક્વિટી રેસીયો એશિયામાં બીજા ક્રમ ઉપર જોવા મળી રહ્યું છે અને તે આંકડો 2000 ટકાને પાર પહોંચ્યો છે. પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે અદાણીના દેણાનો ગુણોત્તર ખૂબ વધુ હોવા છતાં ગૌતમ લીલાછમ જોવા મળે છે કારણ કે તેઓને એ વાતનો ખ્યાલ છે કે તેમનો વ્યાપ અને તેમની વૃદ્ધિ જે ગતિએ આગળ વધી રહી છે તેને અવરોધરૂપ કોઈ બાધા ઉભી નહીં થાય.
વર્ષ 2020 માં રિલાઇન્સ એ પણ ઝીરો ડેટ કંપની બનવાનો નિર્ધાર કર્યો હતો જે નિર્ધારિત સમય કરતા પણ વહેલો પૂર્ણ થયો હોવાનું પણ સામે આવ્યું હતું. સ્થિતિમાં રિલાયન્સ એ રફભયબજ્ઞજ્ઞસ સહિતની મલ્ટીનેશનલ કંપનીઓ સાથે ભાગીદારી કરી રિલાયન્સને ઝીરો ડેટ કંપની બનાવવામાં સફળતા હાંસલ કરી હતી એવી જ રીતે અદાણી પણ પોતાના વિવિધ ઉદ્યોગો ને જે રીતે વિસ્તરિત કરી રહ્યા છે તેને ધ્યાને લઈ તેમના દ્વારા લેવામાં આવેલું દેણું યોગ્ય સમયે જ ભરપાઈ થઈ જશે જેથી કંપનીને કોઈ પણ પ્રકાર ની તકલીફનો સામનો ન કરવો પડે.
ઉદ્યોગને વિકસિત કરવા અને વિવિધ ક્ષેત્રે પોતાનો પગદંડો જમાવવા માટે ઉદ્યોગકારોએ રિસ્ક લેવું જરૂરી છે કહેવાય છે કે રિસ્ક હે તો ઇશ્ક હૈ ત્યારે ગૌતમ અદાણી પણ કેલ્ક્યુલેટેડ એટલે કે ગણતરીપૂર્વક નું જોખમ લઈ પોતાના ઉદ્યોગને આગળ ધપાવી રહ્યા છે. દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા માટે સહભાગી પણ બની રહ્યા છે. અદાણી એશિયામાં પોતાનું એક આગવું સ્થાન ઊભું કર્યું છે અને જે રીતે વિવિધ ક્ષેત્રમાં કંપની પોતાનો પગદંડો જમાવી રહ્યું છે તેનાથી કંપનીની વિકાસ યાત્રા પણ સતત આગળ વધી રહી છે.