પેટ્રોલના ભાવમાં 34 પૈસા અને ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો
મોંઘવારીના રાક્ષસે હવે માઝા મૂકી છે આજે પણ ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં તોતીંગ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી જવા પામી છે. આજે પેટ્રોલના ભાવમાં 34 પૈસા અને ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં કૂડ બેરલના ભાવમાં થઇ રહેલા વધારાના કારણે ભારતમાં ઓઇલ કંપનીઓ દ્વારા રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિલીટર 34 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિલીટર 38 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલના ભાવ 113.12 રૂપિયા, દિલ્હીમાં પેટ્રોલના ભાવ 107.24 રૂપિયા અને કોલકત્તામાં પેટ્રોલના ભાવ રૂા.107.78 એ પહોંચી જવા પામ્યા છે. રાજકોટમાં આજે પેટ્રોલનો ભાવ પ્રતિલીટર રૂા.103.63 અને ડીઝલનો ભાવ 103.18 પહોંચી ગયો છે.