ભારતમાં એક દિવસમાં સાથી વધુ કોવિડ-૧૯ ના પોઝિટીવ કેસો સામે આવ્યા હતા. વધુ એકવાર ગઇકાલે ૧૫૩૭૨ પોઝિટીવ કોરોનાના દર્દીઓનો ઉમેરો થવા પામ્યો હતો. દેશમાં કોવિડ-૧૯ના દર્દીઓનો કુલ આંક ૪,૨૬,૩૯૭ એ પહોચ્યો છે. પ્રથમવાર દેશમાં કોરોનાની દૈનિક મૃત્યુનો આંકડો ૪૦૦ એ પહોચ્યો છે. ૧૬મી જુને જયારે મહારાષ્ટ્ર અને દિલ્હી સરકારે એક દિવસના ૨૦૦૩ નવા દર્દીઓને ૪૨૩ મૃત્યનો આંકડો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે દેશમાં હવે મૃત્યુ આંક ૧૩,૬૯૫ એ પહોચ્યો હતો. મૃત્યુ આંક અને નવા કેસોની સંખ્યાનો ટોચનો ઉછાળો મહારાષ્ટ્રમાં ૩૮૭૦ નવા કેસથી રાજયના કુલ કેસનો આંકડા ૧,૩ર,૦૭૫ એ પહોચ્યો છે. અને ૧૮૬ મૃત્યુ નિપજયાં છે. આજ રીતે અગાઉ ગઇકાલે એક દિવસે રાજયમાં ૬૦૦૦ નો આંકડો નોંધયો હતો. અને મૃત્યઆંક ૬૧૭૦ થયો હતો.
મુંબઇમાં એક દિવસમાં ૧૧૫૯ નવા દર્દીઓ અને ૧૧૦ મૃત્યુ નિપજયા હતા. દિલ્હીમાં જો કે નવા કેસો અને મૃત્યુનો આંકડો નીચે આવ્યો હતો. જયારે શનિવારના દિવસના ૩૬૩૦ પોઝિટીવ કેસોની સામે રવિવારે નવા ૩૦૦૦ દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ગઇકાલે શનિવારના ૭૭ના મૃત્યુ સામે ઘટાડો થઇને ૬૩ મૃત્યુ નોંધાયા હતા. રાજધાનીમાં ૫૯,૭૪૬ કેસો અને ૨૧૭૫ નો સરેરાશ દર નોંધાયો છે.
દેશમાં ૧૫૩૭૨ દર્દીઓનો ઉમેરો અને ૪૨૩ ના મૃત્યુના દૈનિક ઉભેરાએ દેશમાં કોરોના વાયરસની પરિસ્થિતિ સરકારના ચિતાજનક બનાવી છે.
બ્રાઝીલમાં કોરોનાથી ૫૦ હજારના મોત
કોરોનાથી મોત મામલે વિશ્વમાં બીજા ક્રમે
બ્રાઝીલમાં કોરોના વાયરસને કારણે ૫૦ હજારના મોત નિપજયા છે. છેલ્લા ૨૪ કલાકમાં બ્રાઝીલમાં ૬૪૧ નવા મૃત્યુ થયા છે. ૫૦ હજારના મૃત્યુથી બ્રાઝીલ વિશ્વમાં કોરોનાની માઠી અસરમાં બીજા નંબરનો દેશ બન્યો છે. બ્રાઝીલના આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ અત્યાર સુધીમાં બ્રાઝીલમાં ૧ લાખ ૮૫ હજાર કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે જેમાં ૫૦૬૧૭ના મૃત્યુ નિપજતા વિશ્વમાં કોરોનાથી મૃત્યુ થવામાં બ્રાઝીલ બીજા નંબરે આવ્યું છે. જયારે અમેરિકા પહેલા ક્રમે છે.
અમેરિકામાં અત્યાર સુધીમાં ૨.૨ મીલીયન કોરોનાના કેસો નોંધાયા છે. જયારે ૧.૨૦ લાખના મોત થયા છે. બ્રાઝીલના પ્રમુખ જેરબોલ્સોના એ કોરોનાને ‘સામાન્ય ફલુ’ સાથે સરખામણી કરી હતી તો બીજી તરફ બ્રાઝીલ વિશ્વમાં કોરોના ગ્રસ્તોમાં બીજા ક્રમે આવી ચૂકયો છે. બીજા દેશોની વાત કરીએ તો મેકસીકોમા ૧ લાખ ૭૦ હજાર કેસો આવ્યા છે. જેમાં ૨૦ હજાર જેટલા મૃત્યુ થયા છે. જયારે અજેન્ટીનામાં રવિવારના રોજ ૧ હજાર મૃત્યુ કોરોના વાઈરસના કારણે થયા છે.