ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા રાજયપાલને રજૂઆત
૧ સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં સુધારેલ મોટર વ્હીકલ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી ગુજરાત રાજસ્થાન પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ જેવા રાજ્યો એ આ અધિનિયમને લાગુ કર્યા નથી નવા સુધારા થી લોકોમાં પણ ભારે રોષ ભભુકી ઉઠી રહ્યો છે કારણે કે સામાન્ય વર્ગના લોકોની આવક કરતાં પણ વધુનો તોતિંગ દંડનો વધારો કર્યો છે ત્યારે ઉનાના સામાજિક આગેવાન રસિક ચાવડા દ્વારા મહામહિમ રાજ્યપાલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ અધિનિયમ માં સુધારો કરી નવા અધિનિયમ તા. ૧ સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો છે.આ નવા સુધારેલા અધિનિયમ માં નિયમો તોડનારા સામે તોતિંગ દંડનો વધારો કર્યો છે,હાલમાં દેશ આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે.દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને બે ટંક ભોજન માટે પણ દિવસ રાત મહેનત કરવી પડે છે ત્યારે તેમનાં પરિવારનું ગુજરાન ચાલે છે આવાં સમયે સરકાર દ્વારા આ નવો દંડ પ્રજા પર બોજ રૂપી છે. સામાન્ય ગરીબ અને મધ્યમવર્ગના લોકો જે વાહનો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તે પરિવારો માટે આ અધિનિયમ પોતાની રોજીરોટી છીનવાઇ જવાનો ડર સતાવી રહ્યો છે, જ્યારે દેશના મધ્યમવર્ગના લોકોની માસિક આવક ૧૦ હજાર થી પણ ઓછી છે એ લોકો માટે આ અધિનિયમ બોજ રૂપી બની જશે આથી આપ સાહેબશ્રી અમારી સૌ નાગરિકો વતી સરકાર શ્રી ને નમ્ર અપીલ છે કે આ મંદીના માહોલમાં આવો તોતિંગ દંડનો વધારો કરવામાં ના આવે તેના માટે પૂન:વિચારણા કરવામાં આવે, લોકોને વધુમાં વધુ સારી રોડ સુવિધા મળે તે માટે સરકાર શ્રી એ પ્રયત્નો કરવાં જોઈએ. લોકોમાં ટ્રાફિક નિયમો અંગેની જાગૃતિ આવે તે માટે જનજાગૃતિ કાર્યક્રમો કરવા જોઈએ ,જે લોકો પાસે પીયુસી, હેલ્મેટ, ઇન્સ્યોરન્સ જેવા ડોક્યુમેન્ટ ના હોય તો સ્થળ પર જ આ ડોક્યુમેન્ટ જરૂરી રકમ લઇ કાઢી આપવામાં આવે તેવી વ્યવસ્થા સરકારશ્રીએ કરવી જોઈએ જેથી લોકોમાં ટ્રાફિક નિયમો અંગેની જાગૃતિ પણ આવશે અને લોકો પાસે ડોક્યુમેન્ટ પણ ઉપલબ્ધ થશે આગામી દિવસોમાં સરકાર સામાન્ય, ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ધ્યાને લઇ આ અધિનિયમ અંગે પૂન: વિચારણા કરી લોકહિત માં નિર્ણય લેશે કે પછી સરકાર પોતાના મનનું ધાર્યું કરે છે એ તો હવે આવનારો સમય બતાવશે