ટ્વિટર પર રિષિ કપૂર અને પાકિસ્તાનની એક મહિલા વચ્ચે ગરમાગરમ ચર્ચા થઇ હતી. એક ટ્વિટમાં રિષિ કપૂરે લખ્યું હતું કે,’ભારતની પાકિસ્તાન સાથે શાંતિની કોશિશ ફરી અસફળ રહી છે. પાકિસ્તાન માત્ર નફરત ઇચ્છે છે.’ એવું માનવામાં આવે છે કે તેનો ઇશારો પાકિસ્તાનની આર્મી કોર્ટે કુલભૂષણ જાધવને જાસુસીનો દોષી ગણાવીને ફાસીની સજા આપવા તરફ હતો. આ પછી પાકિસ્તાન તરફથી અનેક કમેન્ટ્સ કરવામાં આવી હતી.
મહિલાએ આપી ગાળ
-રિષિ કપૂરે ટ્વિટ કર્યું હતું કે,”ભારતને દુખ છે કે એક્ટર્સ, ફિલ્મ્સ અને સ્પોર્ટ્સની મદદથી બન્ને દેશ વચ્ચે શાંતિની કોશિશ ફરી અસફળ રહી છે. પાકિસ્તાન માત્ર નફરત કરવા જ ઇચ્છે છે.”
-“જો પાકિસ્તાનને બન્ને દેશો વચ્ચે તણાવ પસંદ છે. તો આ જ સાચું કારણકે તાળી હંમેશા બે હાથથી પડે છે.”
-રિષિએ કરેલી આ ટ્વિટ્સ પછી પાકિસ્તાનીઓએ પણ ટ્વિટ્સ કર્યા હતાં. એક મહિલાએ તો તેને ગાળ આપી હતી.
-જ્યારે મહિલાએ ગાળ આપી ત્યારે રિષિ કપૂરે લખ્યું કે,”પોતાની લેંગ્વેજ પર કાબૂ રાખો યંગ લેડી. એ નક્કી છે કે તમારા પેરેન્ટ્સે તમને આવું નહીં શીખવ્યું હોય”
રિષિ કપૂર બેબાક રીતે ટ્વિટ કરે છે. ગત દિવસોમાં કરિના કપૂરના દીકરાનું નામ તૈમુર રાખવા પર જ્યારે લોકોએ ભદ્દી કમેન્ટ કરી હતી ત્યારે તે ગુસ્સે થયા હતાં.
-રીષિ કપૂરે ટ્વિટ કરીને કહ્યું હતું, “લોકો કેમ આટલા ઉતાવળા થઈ રહ્યાં છે. બાળકના પેરેન્ટ્સને જે નામ રાખવું હતું, તે રાખી લીધું તમે તમારા કામથી મતલબ રાખો.”
-આ પછી એક યુઝરે લખ્યું હતું કે,’આટલા નામમાંથી તૈમુર. પેરેન્ટ્સ આવું ખરાબ નામ કઇ રીતે રાખી શકે છે.’
– ત્યારબાદ તેમણે બીજી ટ્વિટ કરીને લખ્યું હતું, યુ માઈન્ડ યોર … બિઝનેસ. તારા દીકરાનું નામ તો નથી રાખ્યું ને. તું કોણ છે કમેન્ટ્સ કરનારો. ત્યારબાદ રીષિએ અનેક ટ્વિટ કરી હતી.