દેશના મહત્ત્વના ધાર્મિક સ્થાનોના સર્વાંગી વિકાસ કરવાની કેન્દ્રની મોદી સરકારની યોજના હેઠળ યોગનગરી ઋષિકેશના રેલવે સ્ટેશનને અતિ સુવિધાસભર નવા ક્લેવર અપાયા: ઋષિકેશ-કર્ણપ્રયાગ વચ્ચે ૧૨૫ કિ.મી.ની રેલવેલાઇન નખાઇ રહી છે
હિન્દુ પૌરાણિક શાસ્ત્રો મુજબ હિમાલયની પ્રવર્તમાળામાં સ્વર્ગ આવેલું છે. ઋષિકેશએ હિમાલયમાં પ્રવેશવાનું મુખ્ય પ્રવેશદ્વાર માનવામા આવે છે. દંતકથાઓ અનુસાર ભગવાન રામે રાક્ષસ રાજ રાવણને મારવા માટે અહી તપસ્યા કરી હતી. પાંડવોએ પણ દ્રૌપદી સાથે ઋષિકેશથી હિમાલયમાં પ્રવેશ કરીને સ્વર્ગારોહરણ કર્યું હોવાની ધાર્મિક માન્યતા છે. કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ દેશની તમામ મહત્વના ધાર્મિક સ્થાનોનો સર્વાંગી વિકાસ કરવા ખાસ યોજનાઓ બનાવી છે. જેના ભાગરૂ પે આવી ઐતિહાસીક ધાર્મિક મહત્વતા ધરાવતા ઋષિકેશનો સર્વાંગી વિકાસ કરવા કેન્દ્ર સરકારે યોજના હાથ ધરી છે. જેના ભાગરૂ પે ઋષિકેસમાં નવા રેલ્યે સ્ટેશન બનાવવા ઉપરાંત ઋષિકેસ કર્ણપ્રયાગ વચ્ચે ૧૨૫ કી.મી.ની નવી રેલવે લાઈન નાખવામાં આવી રહી છે. જેનાથી અહી આવતા યાત્રિકોને યાત્રાનો અદભૂત અનુભવ થશે.
હિમાલયની ગોદમાં યોગ કરવા માટે આવતા અભ્યાસુઓ માટે ઋષિકેશને શ્રેષ્ઠ સ્થાન ગણવામાં આવે છે. ઋષિકેશમાં અનેક યોગાઆશ્રમો આવેલા હોય તેને વિશ્ર્વની યોગ રાજધાની પણ કહેવામાં આવે છે. આવી યોગ નગરી ઋષિકેશથી જ ચારધામ કેદારનાથ બદ્રીનાથ, યમુનોત્રી, ગંગોત્રીની યાત્રાએ જઈ શકાતું હોય દર વર્ષે અહીં કરોડો શ્રધ્ધાળુઓ યાત્રાએ આવે છે. જેથી મોદી સરકારે ઋષિકેશનો સર્વાંગી વિકાસ કરવાની અનેક યોજના કાર્યરત કરી છે. જેના ભાગ રૂ પે ઋષિકેશના રેલવે સ્ટેશનને નવા રંગરૂ પ સાથે અતિ આધૂનિક સુવિધાસભર બનાવવામાં આવ્યું છે.
નવા રંગરૂપ ધારણ કરેલા યોગનગરી ઋષિકેશ રેલવે સ્ટેશનના રેલવે મંત્રી પિયુષ ગોયલ અને ઉતરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસીંગ રાવત ગઈકાલે ટવીટર પર ફોટા શેર કર્યા છે.
નવા બનેલા રેલવે સ્ટેશનની નયનરમ્ય તસ્વીરોને નિહાળીને ઋષિકેશ યોગ નગરી બની ગયાની અનૂભૂતિ થાય છે. હાલમાં ઋષિકેશથી કર્ણપ્રયાગ વચ્ચે ૧૨૫ કીમી રેલવે લાઈન નાખવામાં આવી છે. આ રેલવે લાઈન પર ૧૨ નવા રેલવે સ્ટેશનો બનાવવામાં આવનારા છે. જેથી ઋષિકેશથી આગળની યાત્રાએ જનારા યાત્રિકોને માટે સુવિધા ઉભી થશે આ નવી રેલવે લાઈનવર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં કાર્યરત થઈ જવાની સંભાવના છે. હિમાલયમાં વાહન માર્ગ દ્વારા યાત્રા અતિ વિકટ મનાય છે ત્યારે રેલવે લાઈન નાખી જો તેના પર ટ્રેનો દોડાવવાની યોજનાથી યાત્રિકોને વિકટ યાત્રા સરળ બની જશે. આ ૧૨૫ કી.મી.નવી રેલવે લાઈન નાખીને હિમાલયયાત્રાને સરળ બનાવવા યોજના બનાવવા બદલ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસીંગ રાવતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રેલવે મંત્રી પિયુષ ગોયલનો આભાર માન્યો હતો.
મોદી સરકાર દ્વારા દેશના મહત્ત્વના ધાર્મિક સ્થાનોનો સર્વાંગી વિકાસ કરવાના હેતુથી એક વિશેષ યોજના ઘડી કાઢવામાં આવી હતી. જેના અનુસંધાને યોગ નગરી ઋષિકેશના રેલવે સ્ટેશનને નવા વાઘા પહેરાવવામાં આવ્યા છે. આધુનિક પદ્ધતિથી ઋષિકેશ અને કર્ણપ્રયાગ વચ્ચે ૧૨૫ કિ.મી.ની રેલવે લાઇન નખાઇ રહી છે.