પંત પેઈનના બાળકો માટે ‘બેબી સીટર’ શા માટે બન્યો?
ભારતીય ક્રિકેટના વિકેટ કિપર બેટ્સમેન રીષભ પંતે ઓસ્ટ્રેલીયન કેપ્ટન ટીમ પેઈનની પત્ની અને તેના બાળકો સાથે તસ્વીર સોશીયલ મીડિયા પર શેયર કરી હતી. આ તસ્વીર પેઈનની પત્ની બોનનીએ પોતાના ઈસ્ટાગ્રામ પેઈઝ પર શેયર કરતા લખ્યું હતું કે, ‘બેસ્ટ બેબી સીટર… રીષભ પંત !’
જો કે આ તસ્વીર પાછળ પણ રસપ્રદ વાત છે. મેલબોર્નમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસની રમતમાં ઓસ્ટ્રેલીયન કેપ્ટન અને વિકેટ કિપર પેઈને બેટીંગ કરી રહેલા રીષભ પંતનું કોન્સન્ટ્રેશન ઘટાડવા સ્લેજીંગ કરતા કહ્યું હતું કે, હવે તો ધોની તમારી ટીમમાં પાછો આવી ચૂકયો છે તો શું તું મારા બાળકોની સંભાળ રાખીશ, કારણ કે હું મારી પત્ની જોડે મુવી જોવા જવાનો છું.
માટે વિકેટ કિપર બેટ્સમેન રીષભ પંતે ઓસ્ટ્રેલીયન કેપ્ટન પેઈનની ઈચ્છા પૂર્ણ કરવા તેના બાળકો માટે બેબી સીટર બનીને પેઈનની ઈચ્છા પૂર્ણ કરી હતી. આમ કરતા પેઈનની પત્નીએ આ વાતને હળવાસમાં લેવા માટે આ તસ્વીર ઈસ્ટાગ્રામ પર શેયર કરી હતી.
આજે ભારત અને ઓસ્ટ્રેલીયાના ક્રિકેટરો, ઓસ્ટ્રેલીયન વડાપ્રધાનની હાજરીમાં યોજાયેલા સમારોહમાં ભેગા થયા હતા ત્યારે પંતે પેઈનની પત્ની તેમજ બાળકો સાથે તસ્વીર ખેંચાવી પેઈનની ઈચ્છા પૂર્ણ કરી હતી.