હાલ રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતને અકસ્માત નડ્યો હતો. આજે વહેલી સવારે દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે આ ઘટના બની હતી જ્યાં હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસન બોર્ડર પર BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. પંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને કારને પણ ખરાબ રીતે નુકસાન થયું છે.

શું બની હતી ઘટના ??

શુક્રવારે સવારે ભારતીય ક્રિકેટર ઋષભ પંત બીએમડબ્લ્યુ કારમાં દિલ્હીથી રૂડકી તરફ આવી રહ્યા હતા. જ્યારે તેમની કાર નિયંત્રણ બહાર ગઈ અને રેલિંગ અને થાંભલા તોડીને પલટી ગઈ હતી. આ પછી તેની કારમાં આગ લાગી હતી. ત્યાં સુધીમાં ગ્રામજનો અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. આ પછી ક્રિકેટર ઋષભ પંતને દિલ્હી રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રિષભની હાલત હાલ ગંભીર હોવાનું જાહેર કરાયુ છે.

WhatsApp Image 2022 12 30 at 09.21.43

અકસ્મતાની તસ્વીરો સામે આવી છે જેના દ્વારા કહી શકાય કે રિષભ પંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. રિષભ પંત કારનો કાચ તોડીને બહાર નીકળ્યો હતો તેવું પણ જાણવા મળ્યું છે. ઋષભની કાર રેલિંગ સાથે અથડાઈ હતી, ત્યારબાદ કારમાં આગ લાગી ગઈ હતી. ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર પંતને પગમાં ગંભીર ઈજા થઈ છે. શરીર પર અનેક જગ્યાએ ગંભીર ઘા છે. હાલ તેઓની તપાસ કરવામાં આવી રહી છે. કાર અકસ્માત બાદ ત્યાંના લોકો દ્વારા ઋષભ પંતને 108ની મદદથી રૂરકી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ટી20 શ્રેણીમાં ઋષભ પંતને ફરી એકવાર તક આપી નથી. તેને વનડે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. પહેલાથી જ અનફિટ ચાલી રહેલા પંતને BCCI દ્વારા બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

ઋષભ પંત પોતે કાર ચલાવી રહ્યો હતો.તેણે જણાવ્યું કે તે ઊંઘી ગયો જેના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ અને અકસ્માત થયો. હું વિન્ડ સ્ક્રીન તોડીને તે બહાર આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.