દિલ્હીના ડાબોડી બેટ્સમેન અને ભારતીય ક્રિકેટ ટીમનાં સ્ફોટક વિકેટકિપર રિષભપંતે આઈપીએલ માં સિક્સરની સદી પૂરી કરી છે. આઈપીએલમાં તેમણે ફકત ૧૨૨૪ બોલ રમીને આ સિકસર સદી કરી છે. આ અગાઉ યુસુફ પઠાણે ૧૩૦૮ બોલમાં ૧૦૦ છગ્ગા ફટકાર્યા હતા. દિલ્હી કેપિટલ માટે પંતે આ સિધ્ધી મેળવતા તે પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આ અગાઉ પણ દિલ્હીના વિસ્ફોટક બેટસમેન વિરેન્દ્ર સેહવાગે પણ ૮૫ સિકસર ફટકારી હતી.
રિષભ પંતે ઓછા બોલમાં આ સિધ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય છે. ક્રિકેટર ધોનીની નિવૃત્તિ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં પંત આશાસ્પદ વિકેટ કિપર તરીકે ઉભરી આવ્યો છે. રિષભપંત ડાબોડી હોવાથી ક્રિકેટ ટીમને વધુ ફાયદો મળે છે.