સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે ઉદય કાનગડને ૬ માસ પૂર્ણ: ૧૧ બેઠકો મળી: વોટર વર્કસના કામો માટે સૌથી વધુ રૂ.૭૩ કરોડ અને ડ્રેનેજ કામ માટે રૂ.૪૬ કરોડ મંજુર કરાયા
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે સતારૂઢ થયાના ૬ માસમાં ઉદયભાઈ કાનગડે વિકાસ કામોની વણઝાર સર્જી દીધી છે. ૬ માસના સમયગાળામાં સ્ટેન્ડિંગ કમિટીની ૧૧ બેઠકો બોલાવવામાં આવી છે અને રૂ.૪૧૬.૪૯ કરોડના વિકાસ કામોને લીલીઝંડી આપવામાં આવી છે. સૌથી વધુ વોટર વર્કસના રૂ.૭૩ કરોડ અને ડ્રેનેજના રૂ.૪૬ કરોડના કામો મંજુર કરાયા છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, મહાપાલિકાના વર્તમાન પદાધિકારીઓ, ભાજપના વર્તમાન હોદેદારો, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો, કોર્પોરેટરો અને મ્યુનિ.કમિશનર તથા અધિકારીઓના સંયુકત પરીણામોને કારણે છેલ્લા ૬ માસમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેના મારા કાર્યકાળમાં મેં રૂ૪૧૬.૪૯ કરોડના કામોને મંજુરી આપી છે. ગત ૧૫મી જુનના રોજ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે મારી વરણી કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં સ્ટેન્ડિંગની ૧૧ બેઠકો બોલાવવામાં આવી છે. જેમાં અબજો રૂપિયાના કામો મંજુર કરાયા છે. આગામી દિવસોમાં પણ વિકાસ કામોની વણઝાર ચાલુ રાખવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા છ માસમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રસ્તા કામ માટે રૂ.૧૮.૯૮ કરોડ, વોટર વર્કસના કામો માટે રૂ.૭૨.૯૩ કરોડ, મેડિકલ સહાય ૩૮.૩૭ લાખ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ માટે રૂ.૧૦.૮૬ કરોડ, સોલીડ વેસ્ટના કામો માટે રૂ.૧૭ કરોડ, સ્ટ્રોંગ વોટર ડ્રેન માટે રૂ.૮ કરોડ, વાહન ખરીદી માટે રૂ.૨.૯૩ કરોડ, મશીનરી માટે રૂ.૧૪.૬૩ લાખ, પેવિંગ બ્લોક માટે રૂ.૭.૧૪ કરોડ, બોસ કલવર્ટ માટે રૂ.૨.૩૭ કરોડ, વોર્ડ ઓફિસ માટે રૂ.૩૬.૧૮ કરોડ, વોટર કલવર્ટ માટે રૂ.૨૯.૫૬ લાખ, અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે રૂ.૧.૬૨ કરોડ, પુસ્તક ખરીદી માટે રૂ.૨૭ લાખ, લાઈબ્રેરી બાંધકામ માટે રૂ.૪.૬૬ કરોડ, લાઈબ્રેરી ફર્નિચર માટે ૨ કરોડ, ટ્રાફિક ટ્રાન્સપોર્ટ માટે રૂ.૧.૩૩ કરોડ, ડ્રેનેજના કામો માટે રૂ.૪૬.૨૩ કરોડ, એલઈડી લાઈટીંગ માટે રૂ. ૧.૧૭ કરોડ, આવાસ યોજના માટે રૂ.૧.૮૬ કરોડ, વાહન ભાડા માટે રૂ\૧.૧૧ કરોડ, મેઈન પાવર સપ્લાય માટે રૂ.૪.૨૯ કરોડ, ફુટપાથ સ્ટ્રોંગ વોટર ડ્રેઈન માટે રૂ.૧.૮ કરોડ, કમ્પાઉન્ડ વોલ માટે રૂ.૯૪ લાખ તથા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ.૨૦૬ કરોડના કામો સહિત ૬ માસમાં રૂ.૪૧૬.૪૯ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે.