૪૨૦૦ નાના રોકાણકારોના આશરે રૂ. ૬૦ કરોડનો ચુનો ચોપડી ત્રણ સંચાલકો રફુચકકર
કોરોનાનાી મહામારીમાં નાના રોકાણ કારોને શહેરની વધુ એક શરાફી મંડળીના સંચાલકોએ રાતાપાણીએ રોવડાવી ૬૦ કરોડોનું ફુલેકુ ફેરવી રફુચકકર થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાય છે. શહેરના મઘ્યે આવેલી નામી શ્રી રામેશ્ર્વર શરાફી સહકારી મંડળીના સંચાલકો સામે રૂ. ૩.૧૨ લાખ ઓળવી ગયાની ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી તપાસનો ધમધમાટ આદયો છે.
દેવપરામાં રહેતા અને મેડિકલ સ્ટોર ધરાવતાં સંજયભાઇ જયંતીભાઇ સોજીત્રા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન સંજય હંસરાજ દુધાગરા, વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી અને મેનેજર વિપુલ રતિ વસોયાના સામે ફરીયાદ નોંધાઇ છે. સંજયભાઇ સોજીત્રાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૧માં તેમના પિતા જયંતીભાઇએ ૧૧ લાખ ફિક્સ ડિપોઝિટ પેટે મંડળીમાં રોક્યા હતા અને સંજય દુધાગરાએ વાર્ષિક ૧૨ ટકા વ્યાજની ખાતરી આપી હતી, પાકતી મુદ્દે વ્યાજ સહિતની રકમની નવી રસીદ સંજય દુધાગરા બનાવી આપતો હતો. વર્ષ ૨૦૧૪માં જયંતીભાઇનું નિધન થતાં તેમણે હાથઉછીના આપેલા રૂ.૧૮ લાખ આવ્યા હતા તે રકમ પણ સંજયભાઇએ પરિવારના સભ્યોના અલગ અલગ નામે મંડળીમાં ફિક્સ ડિપોઝિટ પેટેરાખ્યા હતા. અને અત્યાર સુધીમાં ક્યારેય મંડળીમાંથી રકમ ઉપાડી નહોતી.
જૂન ૨૦૨૦માં પાકતી મુદ્દતે સંજયભાઇ રકમ ઉપાડવા ગયા હતા ત્યારે મંડળીના ચેરમેન સંજય દુધાગરાએ પૈસાની સગવડ નથી તેમ કહી બે મહિના પછી નાણાં આપવાની ખાતરી આપી હતી. ૨૮ ઓક્ટોબરે સંજયભાઇના ભાઇ જીતુભાઇ નાણાં લેવા ગયા ત્યારે સંજય દુધાગરા હાજર નહોતો અને મેનેજર વિપુલ વસોયાએ કોઇ સભ્યોને પૈસા આપવા નથી તેમ કહી રવાના કરી દીધા હતા, અને ત્યારબાદ મંડળીને તાળાં મારી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. મેડિકલ સ્ટોરના સંચાલક સંજયભાઇ સોજીત્રા અને તેના પરિવારના સભ્યોની રકમ તેમજ અન્ય રોકાણકારો અને મંડળીના ૪૨૦૦ સભ્યો સહિત કુલ રૂ.૬૦ કરોડની છેતરપિંડી આચરી સંચાલકો રફુચક્કર થઇ ગયા હતા. સંજયભાઇ સોજીત્રાની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાત, પોલીનસ પ્રાથમીક તપાસમાં શ્રી રામેશ્ર્વર શરાફી સહકારી મંડળીના સંચાલકો દ્વારા નાના રોકાણકારોના ડેઇલી બચત સ્કીમ, મંથલી બચત અને ફીકસ ડીપોઝીટની અલગ અલગ સ્કીમમાં ઓઠા હેઠળ ૪૨૦૦ જેટલા રોકાણ કારોના આશરે રૂ. ૬૦ કરોડ જેટલી રકમની ઠગાઇ કર્યાની ખુલતા પોલીસે મંડળીના ત્રણેય જવાબદાર સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.