કોઠારીયા રોડ પરની અક્ષરનિધિ શરાફી મંડળીએ લાખોનું ફૂલેકું ફેરવ્યું

બેંકના નિવૃત્ત કર્મચારીના રૂ.8 લાખ હજમ કરી જનાર મંડળીના ચેરમેન અને એમ.ડી વિરુદ્ધ નોંધાતો ગુનો

શહેરમાં વધુ એક શરાફી મંડળીનું ઉઠમણું થતાં રોકાણકારો ફરી ફસાયા છે. જેમાં કોઠારીયા રોડ પર આવેલી અક્ષરનિધિ સહકારી સરાફી મંડળીના ચેરમેન અને એમ. ડીએ રોકારવાનું લાખોનું ફૂલકું ફેરવી નાખતા તેમના વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત બેંકના કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે. જે મામલે ભક્તિનગર પોલીસે સહકારી મંડળીના બંને ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથધરી છે.

શહેરમાં રેલ નગરમાં આવેલ શ્રી રામ પાર્કમાં રહેતા અને બેંકમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા દિલીપભાઈ સરજીભાઈ ચાવડાએ પોતાની ફરિયાદમાં આરોપીઓમાં કોઠારીયા રોડ પર આવેલી અક્ષરનિધિ સહકારી સરાફી મંડળીના ચેરમેન રાજેશભાઈ સામતભાઈ ચાવડા (રહે.15 ગુંજન પાર્ક,કાલાવડ રોડ) અને એમ. ડી હરેશભાઈ સામતભાઈ ચાવડા (રહે.જે-1304,ગુ.હા બોર્ડના કવાટર)નાનામો આપ્યા હતા.જેમાં તેમને જણાવ્યું હતું કે, આશરે દસેક વર્ષ પહેલા તેની બન્ને આરોપીઓ સાથે મુલાકાત થઈ હતી. 20016માં બન્નેએ તેને અક્ષરનિધી શરાફી મંડળી ચલાવતા હોવાનું અને તમે નોકરીમાંથી નિવૃત્ત થયા છે, અમારી મંડળીમાં રૂપિયાનું રોકાણ કરો તો તમને સારૂં એવું વળતર મળશે કહી તેને તેની ઓફિસે રૂબરૂ મુલાકાત માટે બોલાવયા હતા. જ્યાં બન્ને આરોપીઓએ તેમના હોદ્દા જણાવી મંડળીની અલગ અલગ સ્કીમો તેને સમજાવી વિશ્વાસ અપાવતા તેને વિશ્વાસમાં આવી મંડળીમાં કટકે કટકે રોકાણ કરવાનું શરૂ કર્યુ હતું.

ત્યારબાદ 2017માં તેણે તેની ઓફિસે રૂા.1.05 લાખની ફિક્સ ડિપોઝીટ 36 મહિનામાં ડબલ 11.43 ટકા વાર્ષીક વ્યાજ લેખે રોક્યા તા. જેની પાકતી મુદ્દત 2020 હતી. બન્ને આરોપીએ તેની પાસેથી 1800રૂપિયા લઈ તેને સભ્ય બનાવી પહોંચ આપી હતી.ત્યારબાદ 2018માં તેનું અને તેના પત્ની ભારતીબેન તેમજ પુત્રી દિક્ષીતાના નામે રૂા.10-10 હજારનું રોકાણ કર્યુ હતું. આ યોજનામાં 10 હજારનું રોકાણ કરવાની સભ્ય બનાવે અને છ વર્ષમાં રૂપિયા ડબલ થઈ જાય છે.રોકાણ સામે આરોપીએ સિક્યુરીટી પેટે રૂા.40 હજારનો ચેક આપ્યો હતો. ત્યારબાદ 2018માં 7 હજાર એક વર્ષ માટે વાર્ષિક 10 ટકા લેખે મુક્યા હતા. તેની પત્નીના નામે ડેઈલી બચત સ્કીમમાં રૂપિયા રોકાણ કરવાનું શરૂ કરી રૂા.18,150 કટકે કટકે રોકાણ કર્યુ હતું.

2019માં રૂા.1500 10ટકા વ્યાજ લેખે, ત્યારબાદ રૂા.40 હજાર ફિક્સ ડિપોઝીટમાં 10 ટકા વ્યાજ લેખે, 5 હજાર 10 ટકા વ્યાજ લેખે મુક્યા હતા. એટલું જ નહીં તે જ વર્ષમાં તેના અને તેની પત્નીના નામે રૂા.1.05 લાખ ત્રણ વર્ષ માટે ફિક્સ ડિપોઝીટમાં વાર્ષિક 11.43 ટકા લેખે અને 2020માં 6,650 એક વર્ષ માટે 10 ટકા લેખે મુક્યા હતા. આમ તેણે કુલ 8 લાખ જેટલું રોકાણ કર્યુ હતું. દરમિયાન 2020માં તેને રૂપિયાની જરૂર હોય અને અમુક ડિપોઝીટની – પાકતી મુદ્દત આવી ગઈ હોવાણી આરોપી પાસેથી રૂપિયા લેવા જતા ત્યાં ઓફિસ બંધ જોવા મળતા તેમને આસપાસમાં લોકોને પૂછતા મંડળીની ઓફિસ ઘણા સમયથી બંધ કરી દીધાનું અને કોઈ આવતું નહીં હોવાનું જાણવા મળ્યું હતું. બાદ તે આરોપીઓના ઘરે જતા તેમને મંડળી ખોટમાં થતી હોવાનું જણાવી પૈસા આપવા બાબતે આશ્વાસન આપ્યું હતું. પરંતુ તેમને પૈસા પરત નહી આપતા તેને પોલીસ ફરિયાદ નોંધવું છે. જ્યારે આરોપીઓએ અન્ય રોકાણકાર વિનોદભાઈ દેવજીભાઈ સોલંકીના 1લાખની ફિક્સ ડિપોઝીટ અને અશ્વિનભાઈ બાબુભાઈ ઉનડકટ દોઢ લાખની એફડી કરી હતી. તે સિવાયની અનેક રોકાણકારોએ મંડળીમાં રોકાણ કર્યા હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે તે દિશામાં પણ પોલીસ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.