હવે પાકિસ્તાન સાથે ‘વાસ્તવિક’ સંબંધો સ્થાપવાની અમેરિકન રાષ્ટ્રપતિની ઈચ્છા
પાકિસ્તાને દશકાઓ સુધી અમેરિકાની દોસ્તીનો ફાયદો ઉઠાવ્યો હોવાનું અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કબુલ્યું છે. તેમણે હવેથી પાકિસ્તાન સાથે ‘વાસ્તવિક’ સબંધો સ્થાપવાનો નિર્ધાર કર્યો છે.
ગઈકાલે પાકિસ્તાનના સુરક્ષાદળોએ અમેરિકન-કેનેડીયન પરિવારને આતંકીઓના ચૂંગાલમાંથી મુકત કરાવ્યા બાદ આજે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે સુર બદલ્યો છે. તેમણે ગઈકાલની ઘટનાને વખાણી છે અને કહ્યું છે કે, હું તો જાહેરમાં કહીશ કે પાકિસ્તાને અત્યાર સુધી અમેરિકા સાથેના સબંધોનો નાપાક ફાયદો જ ઉઠાવ્યો છે પરંતુ હવે બન્ને દેશોના સબંધો વધુ પારદર્શક અને વાસ્તવિક બનશે. પાકિસ્તાની સરકાર હવે ફરીથી અમેરિકાની ઈજ્જત કરવા લાગી છે. ગઈકાલે પાકિસ્તાનના સુરક્ષાદળોએ અમેરિકન-કેનેડીયન પરિવારને હકાની નેટવર્કના ચૂંગાલમાંથી છોડાવ્યો હતો. ત્યારબાદ પાક.ના આ પગલાની ટ્રમ્પે એકાએક સરાહનીયતા કરી છે. ટ્રમ્પનો બદલાતો સુર અફઘાનિસ્તાન અને એશિયામાં નવી પોલીસીના એંધાણ આપે છે. અત્યાર સુધી આતંકવાદના મામલે પાકિસ્તાનને દબળાવતા અમેરિકન રાષ્ટ્રપતિ એકાએક પાકિસ્તાનની તરફેણમાં બોલવા લાગ્યા છે. માત્ર એક ઘટનાથી પાકિસ્તાન સાથે વાસ્તવિક અને પારદર્શક સબંધો સ્થાપવાની સુઝ ટ્રમ્પને આવી છે જે ખરેખર પાકિસ્તાન માટે શંકાસ્પદ છે.