કાશ્મીર ખીણમાં આતંકવાદની કમર તૂટી જતા અને કલમ ૩૭૦ હટાવવામાં આવ્યા બાદ પહેલીવાર યોજાઈ હતી જિલ્લા વિકાસ પરિષદોનીચૂંટણી વખતે નાસીપાસ થયેલા પાક. એ ઘુસણખોરી કરાવવા માટે ફરી જૂના રૂટ શરૂ કર્યો છે. પૂંચ જિલ્લાના પીર પંજાલ પર્વત શ્રૃંખલા પર રવિવારે ૧૬ વર્ષ બાદ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ ઘુસણખોરી કરતા આતંકીઓ પર ગોળીબાર કર્યો હતો.

પીઓકેમા ઘુસણખોરી કર્યા બાદ આ રૂટ આતંકીઓને કાશ્મીર ખીણમાં પહોચાડવાનો એક માર્ગ છે. ૨૦૦૪માં અહી ઘૂસણખોરી કરવાની કોશિ કરી હતી સુરક્ષાદળોએ ગોળીબાર ફરી અટકાવ્યા હતા. આ ઘટના બાદ ફરી કયારેય આ સ્થળે આતંકીઓની હલચલ જોવા મળી નહતી. પણ કલમ ૩૭૦ હટાવવામાં આવ્યા બાદ એલએસ પર ગોળીબાર બોંબથી હુમલા થઈ રહ્યા છે. આ ગોળીબાર વચ્ચે આતંકીઓની ઘૂસણખોરી અને હેરોઈન તથા હથિયારોની હેરાફેરી કરવામાં આવી રહી છે. થોડા દિવસો પૂર્વે આતંકીઓએ ઘૂસણખોરી કરવાની કોશિષ કરતા ગોળીબાર ફરી સુરક્ષા દળોએ લશ્કરનાં આતંકીઓને ઢાળી દીધા હતા. આ વખતે એલએસી પર ગોળીબાર ચાલુ રહ્યા હતા. ગોળીબારની આડમાં આતંકીઓની ઘૂસણખોરી કરવામાં આવે છે. પણ સરહદી વિસ્તારોમાં સુરક્ષા જાળ મજબૂત બનતા આતંકીઓની હાજરીની જાણ થઈ ગઈ હતી પૂંચ અને આસપાસનાં વિસ્તારોમાં ઘૂસણખોરી સાથે શંકાસ્પદ હિલચાલહોવા અંગે અગાઉથી જ એલર્ટ જાહેર કરાયું હતુ દરેક શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી સંવેદનશીલ વિસ્તારોમાં શોધખોળ ચલાવાઈ રહી છે. એલઓસીથી ઘૂસણખોરી કર્યા બાદ આતંકીઓ ડોગ્રેયાપી પોસાના સુધી કેવી રીતે પહોચ્યા તેની સુરક્ષા દળો તપાસ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે પાક જે વિસ્તારોમાં ભારે ગોળીબાર કરે છે. એ વિસ્તાર આસપાસ આઈએસઆઈ સ્થાનિક સ્લીપર સેલ તૈયાર કરવામાં લાગી જાય છે. પાક. ગોળીબાર માટે એવા જ વિસ્તારો પસંદ કર્યા છે ત્યાં પહેલાથી જ ઘૂસણખોરી થઈ ચૂકી હોય છે. ઘૂસણખોરીના આ જૂના રૂટમાં બાલાકોટ, મનકોટ, કરમાડા, કૃષ્ણઘાટી, કારજી, કસ્બા અને શાહપૂર સામેલ છે. આ વિસ્તારોમાંથી દારૂગોળો પણ અગાઉ મળી ચૂકયો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.