- પરષોતમ રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજનો હોબાળો: ખુરશીઓ ઉંધી વાળી દીધી: પોલીસની મઘ્યસ્થીથી માહોલ શાંત થયો
ખંભાલિયામાં દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપના કાર્યાલયના ઉદઘાટન સમયે ક્ષત્રીય સમાજે હોબાળો મચાવ્યો હતો. ક્ષત્રીય સમાજના લોકો સંમેલન મંચ સુધી ધુસી આવ્યા હતા. ખુરશી અને બેનરોમાં તોડફોડ કરી પથ્થર મારો કર્યો હતો.
સંમેલનમાંથી લોકો હાલત થયા પોલીસ બંદોબસ્ત વચ્ચે બાદમાં કાર્યક્રમ શરુ થયો.રાજપુત સમાજનો વ્યુહ એક તરફ ક્ષત્રીય સમાજનું સંમેલન બીજી તરફ કમલમ કાર્યાલય માં ક્ષત્રીયોએ હંગામો મચાવ્યો હતો.
સંમેલનમાં ભાજપને મત ના આપવાના સોગંદ લેવામાં આવ્યા હતા. ભાજપ દ્વારા ખંભાલિયામાં દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ કાર્યાલય બનાવવામાં આવ્યું છે જેનું આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ઉદધાટન રાખવામાં આવ્યું હતું. આ વેળાએ ખંભાલિયા તાલુકાના ક્ષત્રીય સમાજ દ્વારા પરષોતમ રૂપાલા સામે અવિરત વિરોધ ચાલુ છે. ખંભાળીયામાં આજે સવારે ભાજપ કાર્યાલય દ્વારકેશ કમલમ નું ઉદઘાટન સી.આર. પાટીલ દ્વારા રાખવામાં આવ્યું હતું. બરોબર એ જ સમયે ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું જે સ્થળ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
રાજપુત સમાજ દ્વારા ગુપ્ત આયોજન કરવામાં આવ્યું હતું. એક તરફ સમાજનું સંમેલન થતું હતું તો બીજી તરફ ક્ષત્રીયો ના જુથ દ્વારા ર00 થી વધુ સંખ્યામાં કમલમ કાર્યાલયમાં ભારે દેકારો સાથે કાર્યક્રમ મંડપમાં હંગામો કરવામાં આવ્યો હતો. તેમજ બહારથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ખુરશીઓ ઉંધી વાળવામાં આવી હતી.
પાટીલ ના બેનરોમાં તોડફોડ કરવામાં આવી હતી. સંમેલનમાં આવેલ મોટાભાગના કાર્યકરો બહાર નીકળી ગયા હતા અને સી.આર. પાટીલ હાય હાયના સુત્રોચ્ચાર કરાયા હતા.
ખુદ એસ.પી. નિતેષ કુમાર પાંડે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મંચને કોર્ડન કરી લીધો હતો. સંમેલન સ્થળને ક્ષત્રીય સમાજ દ્વારા ધેરવામાં આવેલ એ સામે પોલીસે તમામ જુથોને સમજાવી દુર કર્યા હતા. થોડી મીનીટો માટે વાતાવરણ ભયાવહ બની ગયું હતું. માત્ર પોલીસના સાહસ અને સમય સુચકતા ના કારણે બાદમાં પુન: કાર્યક્રમ પોલીસ જાપ્તો હેઠળ કરવામાં આવ્યો હતો સી.આર. પાટીલ સહીતના વકતાઓમાં ગયું હતું. ધમાલ થવા સાથે મોટાભાગના લોકોએ ચલતી પકડી હતી બાદ ભાજપના કાર્યકરો તથા પોલીસ જ સ્થળ પર દેખાયા હતા.
આજના સંમેલન બે હજારથી વધુ ભાઇઓ બહેનો હાજર રહ્યા હતા.
તમામ લોકો દ્વારા રૂપાલાને હટાવવા માં ના આવે ત્યાં સુધી ભાજપને મત ના આપવાનાં (સોગંદ) સંકલ્પ લેવામાં આવ્યો હતો. જયાં સુધી રૂપાલાને દુર કરવામાં નહિ આવે ત્યાં સુધી સમાજે નવા નવા કાર્યક્રમો આપશે બીલ કુલ પીછે હઠ કરશે નહી આવી રૂપરેખા બનાવવામાં આવી હતી.
કમલમ અને ભાજપ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
ક્ષત્રિય સમાજની મહિલાઓએ જૌહર કરવાની ચિમકી ઉચ્ચારતા સલામતીના ભાગરૂપે રાજ્યભરમાં ભાજપ કાર્યાલયે બંદોબસ્ત
રાજકોટના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ ભાઈ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે.રાજા રજવાડા અંગે કરેલી ટિપ્પણીથી ક્ષત્રિય સમાજ રૂપાલા સામે રોશે ભરાયો છે રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી રહ્યો છે.
દરમિયાન ગઈકાલે ક્ષત્રિય સમાજની કેટલીક બહેનો દ્વારા ભાજપ કાર્યાલય જોહર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા આજે રાજ્યભરમાં ભાજપ કાર્યાલય અને મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય કોલેજ બંદોબત ગોઠવી દેવામાં આવ્યો હતો.
રાજ્યભરમા આજે સવારથી ભાજપના તમામ કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક બની ગઈ છે. તમામ હરકતો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.