બદલાતા સમય સાથે હવે ડિજિટલ માર્કેટમાં પણ કદ વધારવા રિલાયન્સની કવાયત
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી દ્વારા જીયોને લોન્ચ કરીને ડિજીટલ અને ટેલીકોમ માર્કેટમાં હડકમ મચાવ્યો છે. ત્યારે હવે ઈલેકટ્રોનીક અને મોબાઈલ ફોનના રિટેલ બિઝનેશમાં ઝંપલાવીને ડિજીટલ માર્કેટમાં રિલાયન્સ નં.-૧ બનવા માટે આગળ વધી રહ્યું છે. રિલાયન્સ ડિજીટલ ૨૦૨૦ સુધીમાં ૪૦ હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી થઈ જશે.
રિલાયન્સ ડિજીટલે આ માટે માર્ગ બનાવવાનું પણ શ‚ કરી દીધું છે. જેના અંતર્ગત રિલાયન્સ જીયો ફોનને લોન્ચ કરવામાં આવ્યો છે. વધુમાં ગત શુક્રવારે રિલાયન્સ ડિજીટલનને લઈ મુંબઈમાં મહત્વની બેઠક પણ બોલાવવામાં આવી હતી. જેમાં કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સાથે ડિજીટલ માર્કેટને કેવી રીતે સર કરવું તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
દેશના ક્ધઝયુમર ઈલેકટ્રીક અને મોબાઈલ માર્કેટમાં હાલ રિલાયન્સ ૪ ટકા હિસ્સો ધરાવે છે. જો કે, પ્રથમ નંબરે પહોંચવા માટે રિલાયન્સે ૧૨ ટકા સુધી લઈ જવો પડશે. આ માટે રિલાયન્સ ડિજીટલ દ્વારા ભવિષ્યમાં વધુ મહત્વની જાહેરાતો કરવામાં આવશે અને ડિજીટલ માર્કેટમાં પ્રથમ ક્રમાંકે પહોંચવાનો એકશન પ્લાન અમલમાં મુકવામાં આવશે.
વધુમાં આ લક્ષ્યાંકને આગામી ૩ વર્ષમાં જ સર કરવા દેશભરમાં રિલાયન્સના ક્ધઝયુમર ઈલેકટ્રોનીક સ્ટોર્સ અને જીયો સ્ટોરની સંખ્યામાં વધારો કરવામાં આવશે.
હાલમાં ૭૦૦ શહેરોમાં જીયોના ૨૦૦૦ જેટલા સ્ટોર છે જેમાંથી ૨૭૦ રિલાયન્સ ડિજીટલના મોટા કદના આઉટલેટ છે. જો કે, ટૂંક સમયમાં વધુને વધુ ગ્રાહકો સુધી પહોંચવા માટે જીયો દ્વારા વધુ ઝડપથી કામગીરી લેવામાં આવી છે. યુવાનોમાં મોબાઈલ અને ઈન્ટરનેટનું ચલણ સતત વધી રહ્યું છે ત્યારે રિલાયન્સે પણ હવે ડિજીટલ માર્કેટ ઉપર વધુને વધુ ધ્યાને દેવા માટે પ્રયત્નો આદર્યા છે અને સમગ્ર માળખુ ઉભુ કરવામાં આવ્યું છે.