જીઓ જી ભર કે…
જીઓનો અંતિમ ત્રિમાસિક નફો ૬૪ ટકા વધી ૮૪૦ કરોડ અને રેવન્યુમાં ૫૬ ટકાના વધારા સાથે ૧૧,૧૦૬ કરોડ થયા
દેશની નંબર વન કંપની રિલાયન્સ એક પછી એક રેકોર્ડો સર કરવામાં માહિર થઈ ગઈ છે જયાં બીજા લોકો નુકસાની કરતા હોય ત્યાં જ સોનાની ખાણ ખોદી અઢળક નફો અને સંપતિ રળવું એ રિલાયન્સની આદત બની ગઈ છે.
તાજેતરમાં ૨૦૧૮-૧૯નાં અંતિમ કોટર એટલે કે જાન્યુઆરીથી માર્ચના નફામાં અધધ ૬૪ ટકાના વધારા સાથે ૮૪૦ કરોડને આંબી ગયો છે જે ગત કોટરનાં ૫૧૦ કરોડનાં પ્રમાણમાં મોટો વધારો નોંધાયો છે. તેની સાથે સાથે રિલાયન્સનું ઓપરેટીંગ રેવન્યુ જે ૫૬ ટકાના વધારા સાથે ૧૧,૧૦૬ કરોડ જે ગત કોટરનાં ૭૧૨૮ કરોડ કરતાં વધુ નોંધાયો છે.
રિલાયન્સ જીઓ કે જે ટેલીકોમ ક્ષેત્રે ગળાકાપ હરીફાઈમાં અનિલ અંબાણી સહિતના લોકોએ નુકસાની કરેલ છે ત્યારે આજે ટેલીકોમ ક્ષેત્રે રિલાયન્સ જીઓએ પોતાની સર્વોપરીતા સાબિત કરી અને સોનાની ખાણ સમા ટેલીકોમ ક્ષેત્રે છે જે સાબિત કરી બતાવ્યું છે. રિલાયન્સનો ઓપરેટીંગ રેવન્યુની વાત કરવામાં આવે તો ગત વર્ષના પ્રમાણમાં ચાલુ વર્ષે ૯૩ ટકાનાં વધારા સાથે ૩૮,૮૩૮ કરોડે પહોંચ્યા છે જે ૨૦૧૭-૧૮માં ૨૦,૧૫૪ કરોડ હતું.