માઇલસ્ટોન માર્કેટ કેપને સ્પર્શનારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રથમ કંપની બની
રીલાયન્સની માર્કેટ કેપ ૬ લાખ કરોડને આંબી ગઇ છે ! જી હા, અધધ રૂપિયા ૬ લાખ કરાડના માર્કેટ કેપને સ્પર્શનારી રીલાયસ પ્રથમ કંપની બની ગઇ છે.
રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ (આર.આઇ.એલ) ની માર્કેટ વેલ્યુએશન (બજાર મૂલ્ય) રૂપિયા ૬ લાખ કરોડને ગઇકાલે બુધવારે પાર કરી ગઇ છે. બજારના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર આ મેજીક ફિગર કે માઇલસ્ટોન ટચ કરનારી રીલાન્યસ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ ભારતની પ્રથમ એક કંપની બની ગઇ છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે તાજેતરમા અમેરીકાનું વ્યાપાર સામયિક ફોર્બ્સે ભારતીય ધનાઢયોની બહાર પાડેલી યાદીમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રી લીમીટેડના માલીક અને ચેરમેન મુકેશ અંબાણી પ્રથમ ક્રમે છે. આમ તેઓ ભારતના સૌથી ધનિક ઉઘોગપતિ છે. છેલ્લા કેટલાક વર્ષથી તેમણે ભારતીય ધનાઢયોની યાદીમાં ટોચનું ક્રમ જાળવી રાખ્યું છે.
રીલાયન્સ ઇન્ડસ્ટ્રી લીમીટેડનો શેર ૧.૨૨ ટકા ઉછળીને બી.એસ.ઇ.માં રૂપિયા ૯૫૦.૩૦ ના મૂલ્યએ પહોચ્યો છે. પરંતુ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના માર્કેટ વેલ્યુના માઇલ સ્ટોન ફિગરના સમાચાર બાદ શેર ૧.૭૬ ટકા ટકા ઉછળીને રૂપિયા ૯૫૭.૪૦ એ બુધવારે બંધ થયો હતો.