રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રોકાણકારોએ શરૂઆતની 45 મિનિટના ટ્રેડિંગમાં 20 હજાર કરોડ રૂપિયા ગુમાવી દીધા છે. 10 વાગ્યા સુધી કંપનીનો શેર 3.25% તૂટ્યો અને 20 હજાર કરોડ રૂપિયાની માર્કેટ કેપ સાફ થઇ ગઇ. શુક્રવારે બીએસઇ પર શેર 994.75 રૂપિયા પર બંધ થયો હતો, જે સોમવારે ટ્રેડિંગ દરમિયાન 961.10 સુધી પછડાયો. શુક્રવારે કંપનીની માર્કેટ કેપ 6.30 લાખ કરોડ રૂપિયા હતી જે ઘટીને 6.10 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ. શુક્રવારે કંપનીના ચોથા ક્વાર્ટરના પરિણામો આવ્યા હતા. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો 17.3% વધીને 9435 કરોડ અને આવક 39% વધીને 1,29,120 કરોડ રૂપિયા થઇ ગઇ. પરિણામો પછી અપેક્ષા હતી કે રિલાયન્સના શેરમાં ઉછાળ આવશે.
100 બિલિયન ડોલરથી વધ્યું અંતર
– માર્કેટ કેપ ઘટવાની સાથે જ 100 બિલિયન ડોલર ક્લબથી રિલાયન્સનું અંતર વધી ગયું છે. શુક્રવારે કંપનીની માર્કેટ કેપ 12,335 કરોડ રૂપિયા વધીને 6,30,185.08 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ હતી. 100 બિલિયન ડોલર એટલે કે 6.67 લાખ કરોડ સુધી પહોંચવા માટે કંપનીને 37 હજાર કરોડ રૂપિયાની જરૂર હતી.
– રોકાણકારોને કદાચ કંપનીના પરિણામો ગમ્યા નહીં અને વેચવાલીના દબાણમાં સોમવારે ઘટાડા સાથે શરૂઆત થઇ જે 45 મિનિટમાં જ 3.25% સુધી વધી ગઇ. આ રીતે કંપનીના માર્કેટ કેપને નુકસાન થયું અને 100 બિલિયન ડોલરથી અંતર વધી ગયું. જોકે, નીચલા શેરોથી શેરમાં આશરે 0.75%ની રિકવરી જોવા મળી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com