હાલમાજ ગુજરાત રાજ્યના કેટલાક શહેરોમા નગરપાલિકાની ચુટણી આવી છે ત્યારે સુરેન્દ્રનગરમા પણ ચુટણીના પડઘમ વાગી ચુક્યા છે તેવામા શુક્રવારના રોજ પ્રચારમા ગયેલા વોડઁના ઉમેદવારોને લોકોએ પ્રથમ પોતાની પ્રાથમિક જરુરીયાત પુરી કરશે તેવી બાહેધરી આપવા જણાવ્યુ હતુ. ત્યારે એટલુ તો ખરેખર સાબિત થયુ છે કે વિધાનસભાની ચુંટણી પહેલા થયેલા અનેક આંદોલનનોના લીધે હવે દરેક સમાજ જાગૄત થયો છે.
અને રાજકીય પક્ષ સામે બોલવાની હિંમ્મત પણ આવી ચુકી છે ત્યારે ધ્રાગધ્રા શહેરના હળવદ રોડ વિસ્તાર પર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર ખોડકામ ચાલુ છે અંદાજે આઠેક ફુર સુધી રોડની સાઇડમા સળંગ ખોદી નાખવામા આવ્યુ છે અહિ રહેતા જાગૃત નાગરીક દ્વારા વોડઁ નંબર :-1 ના સુધરાઇ સભ્ય પાસે આ બાબતે વાતચીતમા જાણવા મળ્યુ હતુ કે આ ખોદકામ બિલકુલ ગેરકાયદેસર છે અને કોઇ પ્રાઇવેટ કંપની પોતાના વાયર જમીનમે નાખવા માટે ખોદાણ કરવાનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે
જ્યારે નગરપાલિકા અથવા આર એન્ડ બી પાસે શહેરમા કોઇજાતના ખોદકામની પરમિશન ઓન પેપર લેવાઇ નથી અથવા કોઇ કાગળો પર આવી પ્રકિયા હાથ પણ ધરાઇ નથી જેથી અહિ રહેતા રહિશો દ્વારા બિલકુલ ગેરકાયદેસર ખોદકામનો વિરોધ્ધ કરાયો હતો જ્યારે આ બાબતે આર.એન્ડ.બી તંત્રના અધિકારીને જાણ કરાઇ છતા પણ અધિકારી હજુ સુધી ફરક્યા નથી જેને લઇને ગેરકાયદેસર ખોદકામ શરુ રાખવામા આવતા રહિશો દૂવારા વિરોધ્ધની સાથે ઉગ્ર રોષ વ્યક્ત કરી ઉચ્ચસ્તરે લેખીત રજુવાત કરી આ ગેરકાયદેસર ખોદાણ તાત્કાલીક બંધ કરવા માટે જણાવ્યુ છે અન્યથા અગામી દિવસોમા ખોદાણ શરુ રહેતા રહિશો ઉગ્ર વિરોધ્ધ કરવા સમયે સાધનોમા કોઇપણ તોડફોડ થશે તો તેના જવાબદાર તંત્રના અધિકારી રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.