વળતર વધારાતા ઓનલાઈન વેરો ભરનારની સંખ્યામાં વધારો ૨૬૬૫ કરદાતાઓએ પ્રમ દિવસે જ વેરો ભરી દીધો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી વેરા વળતર યોજના અને વ્યાજ માફી યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં પ્રમ દિવસે જ પ્રામાણીક કરદાતાઓએ કોર્પોરેશનની તિજોરીમાં બપોર સુધીમાં ૧ કરોડી વધુની રકમ ઠાલવી દીધી હતી. ઓનલાઈન વેરો ભરનારને પ્રોત્સાહિત કરવા માટે વળતરમાં વધારો કરવામાં આવતા ઓનલાઈન વેરો ભરનારની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે.
આ અંગે ટેકસ બ્રાન્ચના સૂત્રો પાસેી પ્રાપ્ત તી વધુ વિગત મુજબ આજી વેરા વળતર યોજના અને વ્યાજ માફી યોજનાનો પ્રારંભ તા બપોરે ૧:૩૦ કલાક સુધીમાં ૨૬૬૫ કરદાતાઓએ ટેકસ પેટે કોર્પોરેશનની તિજોરીમાં ૧ કરોડ ૧૦ લાખ જમા કરાવીને ૧૦ લાખનું વળતર મેળવી લીધુ છે. ઓનલાઈન વેરો ભરનારની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. આજે બપોર સુધીમાં વેબસાઈટ મારફત ૬૩૬ કરદાતાઓ વેરો ભરપાઈ કર્યો હતો. જયારે અમીન માર્ગ સિવિક સેન્ટર ખાતે ૧૨૭ લોકોએ, સેન્ટ્રલ ઝોનમાં ૨૪૬ લોકોએ, ઈસ્ટ ઝોનમાં ૧૬૦ લોકો, આઈસીઆઈસીઆઈ બેંકમાં ૧૪૫ લોકોએ, કોઠારીયા રોડ સિવિક સેન્ટર ખાતે ૭૬ લોકોએ, પોસ્ટ ઓફિસમાં ૧૯૦ લોકોએ અને વોર્ડ ઓફિસ ખાતે ૭૮૨ લોકોએ વેરો ભરપાઈ કર્યો હતો.
વર્ષ ૨૦૧૭-૧૮નો એડવાન્સ ટેકસ ભરનારને વેરામાં ૧૦ ટકા અને મહિલા કરદાતાને વિશેષ ૫ ટકા વળતર સો કુલ ૧૫ ટકા વળતર આપવામાં આવી રહ્યું છે. વેરા વળતર યોજના સો વ્યાજ માફી યોજના પણ ચાલુ છે. જેમાં વ્યાજમાં ૧૫ ટકાી લઈ ૧૦૦ ટકા સુધીની માફી આપવામાં આવે છે.