તાજેતરમાં અમદાવાદ ખાતે ચાલુ સ્કૂલવાનમાંથી બાળકો પડી જતા ગંભીર રીતે ઘવાયા હતા જે ગમખ્વાર ઘટના બાદ રાજ્યભરની પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ યોજી ઘેટા બકરા ની જેમ કોઈપણ જાતની સુરક્ષા વગર સ્કૂલના બાળકોને સ્કૂલવાનમાં લાવવા લઈ જવામાં આવતા હતા તે ડીટેન કરી ચાલક તથા સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી

વિરમગામ શહેર સહિત પંથકમાં આજે પણ સ્કૂલ રિક્ષા અને સ્કૂલવાનમાં બાળકોને ભયજનક રીતે બેસાડવામાં આવે છે વીડિયોમાં જોઇ શકાય છે કે કોઈપણ જાતની સુરક્ષા વગર પાછળની તરફ બેસાડવામાં આવેલ સ્કૂલના બાળકો સાથે દુર્ઘટના ઘટી શકે છે વિરમગામ ટાઉન અને રૂરલ પોલીસ સ્કૂલના બાળકોને લાવતા લઈ જતા જોખમી વાહનો પ્રત્યે સખત કાર્યવાહી કરે તે જરૂરી છે

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.