જસદણ ભાદર નદીના કાંઠે જુની નગરપાલિકાનો હાલ ખુલ્લો પ્લોટ પડયો હોય ત્યાં બુટલેગરોએ દેશી દારૂનું વેચાણ શરૂ કર્યું હોય તેવી પોલીસને ફરિયાદ થતા પોલીસે દરોડો પાડતા દેશી દારૂતો હાથ લાગ્યો પરંતુ બુટલેગર નાસી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ જસદણના પોલારપર રોડ પર રહેતો અફશોક ઉર્ફે મડો રવજી સોલંકી દેશી દારૂનું છુટક વેચાણ કરે છે.
આથી જસદણ પોલીસે રેઈડ કરતા ઘટના સ્થળેથી રૂ.૪૦૦ની કિંમતનો ૨૦ લીટર દારૂ મળી આવ્યો હતો પણ પોલીસને જોઈ બુટલેગરને નાસી જવામાં સફળતા મળી હતી. પોલીસે દારૂ અંગે ગુન્હો નોંધી બુટલેગરને પકડવા તજવીજ હાથધરી છે. નગરપાલિકાનો ખુલ્લો પ્લોટ અસામાજિક તત્વોનો અડ્ડો બનતો જાય છે અને પેશકદમી થઈ રહી છે ત્યારે પ્લોટ ફરતી દિવાલો ચણવી જરૂરી છે.