એસટી બસ જેમાં દરરોજ હજારો લોકો મુસાફરી કરતા હોય છે. દરેક સીટી બસમાં એક સૂત્ર લખ્યું હોય છે સલામત સવારી એસટી અમારી ત્યારે આ સુત્રના ધજાગરા ઉડાડતી ઘટના ધ્રોલમાં સામે આવી છે જેમાં એસ ટી બસનો પાછળ કાચ તૂટ્યો અને બે વિધાર્થી નીચે ખાબક્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ધ્રોલની છે જ્યાં એસટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં ધ્રોલ જોડિયા જામનગર રૂટની બસમાંથી બે વિધાર્થી એસટી બસમાંથી નીચે ખાબક્યા હતા. બસના 125 લોકો સવાર હતા ત્યારે બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિધાર્થી એસ ટી બસમાંથી નીચે ખાબકતા બે વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હતા. વિધાર્થીઓને સારવાર અર્થે જી જીમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બંને વિદ્યાર્થી પિગળ દુષ્યંતસિંહ પ્રતાપ સિંહ (ઉ.વ ૨૦) અને જાડેજા હરદિપસિહ પબુભા (ઉ.વ 18) જામનગરની કોલેજમાં અભ્યાસ કરતા હતા અને જામનગર આવી રહ્યા હતા તે દરમિયાન જામનગરના ગુલાબ નગરમાં દેવિકા પાન પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિદ્યાર્થી નીચે ખાબક્યા હતા ત્યારે બંને વિદ્યાર્થીને હાથ અને માથાના ભાગે ઈજા થતા હાલ જામનગરની ગુરુ ગોવિદ સિંઘ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.