રૂ.૭.૭૬ લાખની રોકડ સાથે સાત શખ્સોની એલસીબીએ કરી ધરપકડ

મોરબીના તળાવીયા-શનાળાની સીમમાં વાડીની ઓરડીમાં ચાલતી જુગાર કલબ પર એલસીબી સ્ટાફે દરોડો પાડી રૂ.૭,૭૬ લાખની રોકડ સાથે સાત શખ્સોની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી નજીક આવેલા તળાવીયા-શનાળાની સીમમાં નરભેરામ છગનભાઇ સંતોકીએ પોતાની વાડીની ઓરડીમાં જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે એલસીબી પી.આઇ. વિશુભા જાડેજા અને ચંદુભાઇ કલોતરા અને દિનેશભાઇ બાવળીયા સહિતના સ્ટાફે જુગાર અંગે દરોડો પાડયો હતો.

7537d2f3 10

પોલીસના દરોડા દરમિયાન નરભેરામ છગનભાઇ સંતોકી, શનાળાના પંકજ ઉર્ફે પિન્ટુ જેરાજ કુંડારીયા, ધનજી વાલમજી કુંડારીયા, પીપળીના દિપક મનસુખ પટેલ, ઘુટ્ટુનો જગદીશ પ્રભુ પટેલ, ઉંચી માંડણના મણીલાલ કરશનભાઇ પટેલ અને નાગડાવાસના રમેશ મહિપત નિમાવત નામના શખ્સોને રૂ.૭.૭૬ લાખની રોકડ અને મોબાઇલ સાથે ધરપકડ કરી છે.

તળાવીયા-શનાળાના નરભેરામ સંતોકીએ કેટલા સમયથી જુગાર કલબ શરૂ કરી હોવાનું અને તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે તે અંગેની પોલીસ દ્વારા પુછપરછ હાથધરવામાં આવી છે.

તેમજ પાંચેય શખ્સો ઉપરાંત અન્ય કોણ જુગાર રમવા આવતા તે અંગે પોલીસ દ્વારા છાનભીન શરૂ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.