જોખમી ધાબી પર જીવહાની ટળી: રેસ્ક્યુ કરી પાંચેયનો જીવ બચાવાયો
ગોંડલ વોરાકોટડા રોડ પર નદી ઉપર આવેલ જોખમી બનેલાં કોઝવે પરથી પસાર થઇ રહેલ છકડો રીક્ષા પાણીનાં વહેણમાં તણાઇ નદીમાં ખાબકતાં રિક્ષામાં બેઠેલાં પાંચ વ્યક્તિઓ પાણીમાં ફંગોળાયા હતાં. સદ્દનસીબે આ વેળા ગણેશ વિસર્જનની ફરજ માં રહેલાં ગોંડલ ફાયર બ્રિગેડનાં સુરેશ મોવલીયા, મહાવીરસિંહ, કિશોરભાઈ, જયેશભાઈ, વિરુભા, દિપકભાઇ, જાવીદભાઇ વગેરે દોડી જઇ પાણીમાં રહેલાં પાંચેય વ્યક્તિઓને બચાવી લીધાં હતાં બાદમાં રેશ્કયુ કરી રિક્ષા બહાર કાઢી હતી.
વોરાકોટડા નદીમાં આજે ગણપતિ વિસર્જન હોય સવારથીજ ફાયર સ્ટાફ તથાં પોલીસ હાજર હોય રિક્ષા તણાઇ ત્યારે તાકીદની મદદ મળી રહી હતી. નદી પરનાં આ કોઝવે પરથી છેલ્લા એક માસથી પાણી વહ્યાં હોય સેવાળને કારણે વાહનો અને માણસો લપસી નદીમાં ખાબકતાં હોવાની ઘટનાં રોજીંદા બની રહીછે અહીં તંત્ર દ્વારા સલામતી અંગે કોઈ વ્યવસ્થાનાં હોય જાનહાનીનો ભય તોળાઈ રહ્યો છે.