એન્જિનીયર બનવાની ઈચ્છા ધરાવતી ક્રિષ્ના સ્કૂલની સાંથેલીયા નીધીએ મેળવ્યા ૮૫ પીઆર
આજે ધો.૧૨ સાયન્સ પ્રવાહનું પરીણામ જાહેર થયું હતું ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ત્યારે પરીણામની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજકોટની ક્રિષ્ના સ્કૂલની સાંથેલીયા નીધીએ ધો.૧૨ સાયન્સમાં ૮૫ પીઆર હાંસલ કર્યા છે અને સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. સાંથેલીયા નીધીએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સ્કૂલ તરફથી ખુબ જ સપોર્ટ મળ્યો છે અને મને પણ એટલી જ મહેનત કરી છે. મને ૮૫ પીઆર આવેલા છે. ખાસ તો સ્કૂલ તરફથી મને ફી પણ માફી કરી દેવામાં આવી છે મને ખુબ જ ખુશી થાય છે કે મારા મમ્મી-પપ્પા મજુરી કામ કરે છે. મારા પપ્પા રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. હું આગળ એન્જીનીયર બનીને ઈસરોમાં જવા માંગું છું. ઈસરોમાં કામ કરીને મને ખુબ જ આનંદ થશે. મારા મમ્મી-પપ્પાનો પણ મને ખુબ જ સપોર્ટ હતો.
નીધીના પપ્પા ખીમજીભાઈએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મારી દિકરીએ ૮૫ પીઆર હાંસલ કરીને ગૌરવ વધાર્યું છે. તે આગળ જે પણ ઈચ્છે તે હું એને ભણાવીશ અને તેમની ઈચ્છા પુરી કરીશ. મારી એકની એક દિકરી માટે પુરતી મહેનત કરુ છું. સ્કુલ તરફથી પણ ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. બીજા વાલીઓને તેઓએ જણાવ્યું હતું કે, દિકરા-દિકરીમાં ફરક ન રાખે અને તેની આવડત મુજબ તેને આગળ ભણાવે અને તેની જિંદગી સાર્થક કરે તેવી ઈચ્છા તેઓએ વ્યકત કરી હતી.
ક્રિષ્ના સ્કૂલના સાયન્સ શિક્ષક જીજ્ઞેશ ખીલાવતે અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અમારી સ્કૂલનું ૧૦૦ ટકા પરીણામ આવ્યું છે અને વિદ્યાર્થીઓએ જે પ્રમાણે ધારણા કરી હતી તેના કરતા ઉંચુ પરીણામ હાંસલ કયુર્ં છે. સ્કૂલમાં થિયરી સિસ્ટમ હોવાથી વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં હતા જેના કારણે તેઓએ વધુ મહેનત કરીને વધુ સારું રીઝલ્ટ મેળવ્યું છે. રીવીઝન કરાવીને મહેનત વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવી છે. ખાસ કરીને આઈટીઆઈ બ્રાંચમાં જવાનું હોય તો જેઈઈ ફોકસ કરવું જોઈએ. મેડિકલ અને ડેન્ટલમાં એડમિશન લેવું હોય તો બી ગ્રુપને ફોકસ કરીને એનસીઆરટી સિલેબશને પ્રાધાન્ય આપવું જોઈએ અને જો વિદ્યાર્થીઓમાં ઉત્સાહ હશે તો ધાર્યા કરતા પણ વધુ રીઝલ્ટ મેળવી શકશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,