શાપર, મેટોડા,ગોંડલ,મોરબી અને વાંકાનેર પંથકમાં શ્રમજીવીઓને રીક્ષામાં
બેસાડી અવાવરૂ સ્થળે લઈ જઈ છરીના અણીએ લૂંટી લેતા: ક્રાઈમ બ્રાન્ચે ત્રિપુટીની ધરપકડ કરી રોકડ અને રીક્ષા મળી કુલ રૂપિયા 53 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
શાપર,મેટોડા,ગોંડલ,મોરબી અને વાંકાનેર પંથકમાં રહી પોતાનો ગુજરાન ચલાવતા પરપ્રાંતીય શ્રમિકોને રિક્ષામાં બેસાડી અવાવરૂ સ્થળે લઈ જઈ છરીની અણીએ લૂંટ ચલાવતી રીક્ષા ગેંગને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ગોંડલ અમદાવાદ હાઈવે પર આવેલા મુરલીધર વેબ્રિજ પાસેથી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે જ્યારે ક્રાઈમ બ્રાન્ચે આ ત્રણેય શકશોને પૂછતા જ કરતા તેને કુલ.24 ગુનાની કબુલાત આપતા પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ દસ દિવસ પહેલા આજીડેમ ચોકડી થી સરધાર જવા માટે રિક્ષામાં બેસેલા બે પર પ્રાંતિય શ્રમિકોને ભાવનગર રોડ પાસે લઈ જઈ રીક્ષા ગેંગે છરીની અણીએ રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવી હતી જેમ મામલે આજીડેમ પોલીસમાં ગુનો નોંધાયો હતો. જે આરોપીઓને પકડવા માટે પોલીસ સ્ટાફ સતત પેટ્રોલિંગમાં હતો ત્યારે આજે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને શ્રમિકોને લૂંટતી રીક્ષા ગેંગ ગોંડલ અમદાવાદ હાઈવે પર આવેલ મુરલીધર વેબ બ્રિજ પાસે હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફ દ્વારા પારડી ખાતે રહેતા દર્શન ઉર્ફે ભૂદેવ ભરત ચૌહાણ, હુડકોમાં રહેતા મયુર રવજી ડાભી અને ખોખરદર નદીના પુલ પાસે રહેતા બીપીન પોપટ સોલંકી નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી તેમની પાસે રોકડ અને રીક્ષા મળી કુલ રૂપિયા 53 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જ્યારે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ત્રણેય આરોપીઓની સઘન પૂછતાછ કરતા તેઓએ કુલ 24 ગુનાઓની કબુલાત આપી હતી જેમાં તેણે તા.11/3 ના સાપર મુકામે એક મજૂરને છરી બતાવી મોબાઇલની લૂંટ ચલાવી હતી તેમ તેને અલા એક માસમાં રાજકોટ શહેર,મેટોડા,સાપર, ગોંડલ,મોરબી અને વાંકાનેર સહિતના વિસ્તારોમાં પરપ્રાંતિયો શ્રમિકોને રિક્ષામાં બેસાડી અવાવરૂ સ્થળે લઈ જઈ તેમની પાસેથી મોબાઇલ અને રોકડની લૂંટ ચલાવતા હતા તેમ તેઓએ છેલ્લા એક માસમાં 39 જેટલા મજૂરોને લૂંટી લીધા હોવાની કબુલાત આપી હતી જેથી હાલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે તે મામલે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ કામગીરી ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઈ બી.ટી.ગોહિલ, પીએસઆઇ ડી.સી.સાકરીયા, હેડ કોસ્ટેબલ અશોક કલાલ, ધર્મેશભાઈ ડાંગર, બળદેવસિંહ રાઠોડ, સ્ટેબલ જયપાલભાઈ અને શૈલેષભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.