કેયુરપાર્કમાંથી બજરંગવાડીમાં અફિણની ડિલેવરી કરવા જતા એસઓજીએ હોસ્પિટલ ચોકમાંથી દબોચી લીધો
શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા ગુરુજીનગર આવાસ યોજનાના કવાર્ટરનો રિક્ષા ચાલક જી.જે.૦૩ બીયુ ૧૩૨૭ નંબરની રિક્ષામાં અફિણ સાથે જઈ રહ્યાની બાતમીના આધારે એસઓજી સ્ટાફે હોસ્પિટલ ચોકમાં વોચ ગોઠવી રૂ.૨ લાખની કિંમતનું એક કિલો અફિણ સાથે ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગુરુજીનગર કવાર્ટર નંબર ૫૫૫માં રહેતો રિક્ષા ચાલક શાહરુખ સલીમ કાદરી નામના શખ્સને બાતમીના આધારે હોસ્પિટલ ચોકમાંથી એસઓજી પી.આઈ. આર.વાય.રાવલ, પીએસઆઈ બી.કે.ખાચર, હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ રાણા, રાજેશ ગીડા, ચેતનસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ ઝાલા, અનિલસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ચુડાસમા અને ગીરીરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રૂ.૨ લાખની કિંમતના એક કિલો અફિણ સાથે ઝડપી લીધો હતો.
રિક્ષા ચાલક શાહ‚ખ કાદરીની અફિણનો જથ્થો કયાંથી લાવ્યો તે અંગે કરાયેલી પુછપરછ કરતા પેડક રોડ પર આવેલા કેયુર પાર્ક-૪માં રહેતા વિપુલ દેવજી સંખાવરા નામના શખ્સ પાસેથી અફિણ લઈ રહેતા મહેબુબ હાજી જુણેજાને આપવા જઈ રહ્યો હોવાની કબુલાત આપતા પોલીસે ત્રણેય શખ્સો સાથે એનડીપીએસનો ગુનો નોંધી એ ડિવીઝન પોલીસ મથકના પીએસઆઈ જે.બી.વસાયા કેયુરપાર્કના વિપુલ દેવજી સખાવરા અને બજરંગવાડીના મહેબુબ હાજી જુણેજાની શોધખોળ હાથધરી છે. વિપુલ ઝડપાયા બાદ અફિણ કયાંથી લાવ્યો તે અંગેની વિગતો બહાર આવશે ત્યારે મહેબુબ જુણેજા પકડાયા બાદ અફિણ વહેંચવાના ગુનામાં કેટલા સંડોવાયા છે અને કેટલા સમયથી અફિણનું વેચાણ કરે છે તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.