- વાહનો છોડાવવાના રેકેટમાં રીક્ષા ચાલક ક્રિષ્ના કુશ્વાહની ધરપકડ
- ત્રણ યુવક નકલી RTO રસીદ લઈ છોડાવા આવ્યા હતા રિક્ષા
- ટ્રાફિક પોલીસને શંકા જતા રસીદ પરનો QR કોડ સ્કેન કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો
- સુનિલ પંડિત નામના યુવકે 6000માં બનાવી હતી નકલી રસીદ
સુરત RTO ડુપ્લીકેટ રસીદ બનાવી વાહન છોડવાના રેકેટ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. RTOની ડુપ્લીકેટ રસીદ બનાવી વાહનો છોડાવવાના રેકેટમાં પોલીસે રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવે છે. આ દરમિયાન સરથાણાના ટ્રાફિક ગોડાઉનમાંથી બે દિવસ પહેલા નકલી RTO રસીદનું કૌભાંડ ઝડપાયું હતું. જેને લઈને ટ્રાફિક પોલીસે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અનુસાર માહિતી મુજબ, સુરત RTO ડુપ્લીકેટ રસીદ મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ત્રણ યુવક નકલી RTO રસીદ લઈ રિક્ષા છોડાવા આવ્યા હતા. ટ્રાફિક પોલીસને શંકા જતા રસીદ પરનો QR કોડ સ્કેન કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. તેમજ 1 વર્ષની રસીદ તપાસ કરતા 29 નકલી RTO રસીદ મળી આવી હતી. આ ઘટનાને લઈને ટ્રાફિક પોલીસે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે રિક્ષાચાલક ક્રિષ્ના કુશ્વાહની ધરપકડ કરી છે. સુનિલ પંડિત નામના યુવકે 6000માં નકલી બનાવી આપી હતી. સુનિલે રિક્ષાચાલક પાસેથી 1,500 રૂપિયા લીધા હતા અને 4500 રૂપિયા રીક્ષા છોડાવ્યા બાદ લેવાનો હતો.