આમતો દરેક ફળની પોતાની ખાસિયત હોય છે પણ કાચા કેલમાં રહેલ ગુણો ખુબજ અદ્ભુત હોય છે , પૌરાણિક સમયથીજ આપણે કાચા કેળાના ગુણોનો લાભ લેવા તેનો ઉપયોગ કરતાં હોઈએ છીયે , કાચા કેળાં અલ્સર , ઇન્ફેક્શન , ડાઈરિયા અને બ્લડ પ્રેસર જેવા રોગોના નિવારણ માટે ઉપયોગી બને છે શાક ઉપરાંત વેફર જેવી કેટલીક ટેસ્ટી વાનગીઓ પણ બને છે .
એક લીલા કેળામાં 81 કેલેરીસ હોય છે કાચા કેળામાં ફેટ્ટી ઍસિડ , વિટામિન મિનરલ્સ , પોટેસિયમ અને ડાયેટરિ ફાયબર હોય છે , કેળાનું પાચન સારી રીતે થાય માટે તેમાં સારી માત્રામાં રેસિસ્ટંટ સ્ટાર્ચ હોય છે. જે આંતરડામાં થતાં બેકટિરિયલ ઇન્ફેકશનને અટકાવે છે.
કાચા કેળાંમાં ભરપૂર માત્રામાં પોટેસીયમ હોય છે , જેથી તે હાઈ બ્લડ પ્રેશરને લો કરી શકે છે , અને આમ રક્ત કર્ણો અને ધમનીઓમાં પ્રસરતા લોહી ઉપર નિયંત્રણ કરે છે જેને લીધે હાર્ટ અટેક , એથેરોસ્લિરોસિસ જેવી પરિસ્થિતિથી શરીરનું રક્ષણ કરે છે.
આમતો લોકો વજન ઘટાડવામાં માટે જાત જાતના પેતરા કરતાં હોય છે પણ કેળાં જેવા ફળની અવગળના કરવી જોઈએ નહીં .કેળામાં રહેલ સ્ટાર્ચ પેટમાં ભૂખ ના લાગી હોય તેવી સંતોષકારક ફીલિંગ આપે છે .જેથી તમને ઓછી ભૂખ લાગે છે અને કુદરતી રીતે વજન ઘટાડી શકાય છે .
કાચા કેળાંમ અભરપુર માત્રામાં મિનરલ અને બી 6 જેવા ન્યુટ્રિયંટ્સ હોય છે જે ફેટને એનર્જિમાં ફેરવતા શરીરમાં મેટબોલીસ્મ બને છે કેળાં ન્યુટ્રિયાંટ્સ એબ્સૉર્બ , ડાયેરિયા અને કિડની પ્રોબ્લેમથી નિજાત અપાવે છે , કાચા કેળાનું શાક , વેફર , પકોડા , કાઢી જેવી કેટલીક વાનગીઓ બનાવી શકાય છે .