આપણા સમાજની સામે અજબ જેવોા પ્રશ્નાર્થ ! કોણ આપશે જવાબ ?
આજે આપણી આજુબાજુ નજર કરીએ તો અછયત અને મોંધવારી એકબીજાની સામે હરિફાઇમાં ઉતર્યા હોય એવો ખયાલ ઉપસ્યા વિના રહેતો નથી. આર્થિક કટોકટી અને રાજકીય કટોકટી વચ્ચે પણ જાણે કાતીલ હોડ પ્રવર્તતી હોવાનું દેખાઇ આવે છે. આ બે કટોકટી વચ્ચે પણ જાણે કાતીલ હોડ પ્રવર્તતી હોવાનું દેખાઇ આવે છે. આ બે કટોકટીના પડ વચ્ચે વગર વાંકે પીસાઇ રહેલા કામદારો, કર્મચારીઓ, કિસાનો, અકિંચનો હવે ત્રાહિમામ પોકારીને વિદ્રોહના માર્ગે વળી રહ્યા છે. અને અશાંતિ સર્જવા તરફ વળ્યા છે. તેઓ હડતાળો પાડે છે, મોરચા કાઢે છે અને દેખાવો કરે છે.
કોઇએ સાચું કહ્યું છે ‘સીતમ જો હદ વટાવી નહિ તો આંદોલન નથી થાતા’
તાવડી, તપેલી, દવા અને દીવા સુધી કટોકટીની આ ઝાળ ઘરે ઘરે લાગી ગઇ છુ. આ ઝાળને કારણે પ્રત્યેક સમજણા માણસના હ્રદયમાંથી એક વિરોધની એક વેદનાની કાળી ચીસ નીકળવા માંડી છે. આ ચીસ કબીરે અને તુલસીદાસે કહી છે તેવી છે: “તુલસી હાય ગરીબકી, કભી ન ખાલી જાય, મૂખા ઢોર કે આપશે લોહા ભસ્ત હો જાય
કહે છે કે મનુષ્યની ગરીબાઇ જેવી બરેહમ મશ્કરી કોઇ કરતું નથી…..
બજારોમાં જવાતું નથી. કાં તો ચીજ મળતી નથી. મળે છે તો મોંધી દાટ અને તદ્દન હલકી, કયારેક તો ભેળસેળવાળી મળે છે.
સરકારી કચેરીઓમાં જવાતું નથી. કોઇ કામ થતું નથી અને થાય તો કામ કરાવવા માટે ખવરાવવા જેટલા પૈસા નથી. રાત વરત જ જ નહિ પણ ધોળે દીએ આબરુભેર હલાતું નથી. હાલવા જતાં હર પળે હલકટ લોકોના હાથે આબરુ લૂંટાવાની દશા ઊભી થાય છે. સમાજની સુરક્ષાનું ને સલામતીનું કામ જેને પગાર આપીને સોંપાયું છે તે પોલીસ તંત્ર નાણા કમાવી લેવા સિવાય કશી જ તત્પરતા દાખવતું નથી… રહેણાંક મકાનની બરાબર સામે વહેલી સવારથી ગાંઠીયા- જલેબી, પુરીભાજી, ભજીયા, ચા-પાણી વગેરે રેંકડીઓના ધામાં સતાવવા લાગે છે.
એમની આસપાસ રીક્ષાઓ અને અન્ય વાહનોની ધમાચકડી સર્જાય છે. મ્યુી કોર્પોરેશનના કચરા ઉપાડવાનાં વાહનોને દરરોજ નડતી આવી રેંકડીઓ નાસ્તાની લાંચ આપીની પટાવી લે છે. જલારામ, પીઠડ, રામ ભરોસે, વગેરે દેવ-દેવીના નામ ચઢાવીને પોતાના જગ્યા રોકાણના અપરાધને છારવાની હલકટ યુકિત અજમાવાય છે. હોસ્પિટલ, રાષ્ટ્રીયકૃત બેન્ક, લેડીઝ હોસ્ટેલ અને સરકારી કવાર્ટસ જેવા વિસ્તારમાં આવી રેંકડીઓ નિર્દોષ લોકોને રંજાડે છે.
પોલીસના લોકો અને કોર્પોરેશનના લોકો ચૂપચાપ આ બધું જોતા રહે છે. પ્રજાએ ચૂંટેલા કોર્પોરેટરો પાસે અવાર નવાર કરતાી ફરીયાદો કાને ધરાતી નથી.
હા, મોજ છે પણ જેનાં હાથ કાળાં છે એમને ?
મતિભ્રષ્ટતાના નાણાની ભાગીદારીના હિસાબો પણ થાય છે. ને સ્વચ્છતાનું નામનિશાન નહિ રહેવા દેતા આ વિચારી લોકો દાદાગીરી નો આશરો પણ લેતા રહે છે. આવા લોકો રાજકારણી લોકો સાથેની લાગવગનો દુરુપયોગ કરે છે.
જેના ઘેર નવગૃહો ઢોલીયે બંધાયા છે. એવા શ્રીમંતો તેમની મોટરકાર આવાં ઠેકાણે તો રાખે જ છે, પણ પાસેના રહેણાંક લોકોના ડેલામાં રાખે છે અને કલાકો સુધી રાખે છે. કોઇ ટાંકે તો ગાળાગાળી કરે છે. બેફામ કચરો કરે છે. દેવ દેવીઓની બેઅદલબી કરે છે….
માત્ર શ્રીમંતો અને ધનિકોને મોજ છે. સત્તાધીશોને મોજ છે.
એ સિવાય બીજા કોને હોય ?
શ્રીમંતોને જો મોજ ન હોત તો કામદારો, કર્મચારીઓ, કિસાનોની જેમ તેમના પણ મોરચા નીકળ્યા હોતને?
આપણા શાસકોએ મૂડીવાદીઓને જેટલા વગોવ્યા, એટલા વેપાર- ઉઘોગમાં તેઓ વધુ વિકાસ પામ્યા છે એવી ટકોર ખોટી નથી.
આપણે ત્યાં શ્રીરામ વગેરે દેવદેવીઓની જન્મતિથિએ એમને જન્માવવાની પ્રણાલી પ્રવર્તે છે. શ્રી ગણેશ અને હનુમાનજી મહારાજનો પણ તેમા સમાવેશ થાય છે.
ભગવાનને જન્માવવાનું પ્રયોજન માનવ સમાજને સાંસ્કૃતિક રીતે અને સામાજીક રીતે સબળ કરવાનું અને સ્વચ્છ તેમજ વિશુઘ્ધ રહેવાની માનસિકતા કેળવવાનું હોઇ શકે, પરંતુ આપણે જય જયકારના ઘોષ કે શોભાયાત્રા અને હરિમંદીરોમાં મહોત્સવો દ્વારા ઉજવીએ છીએ. જેમાંથી સામુહિક સુખ અને આનંદ ઉમંગ સાંપડે એવું કાંઇપણ કરવાનું ભલે કબૂલ આપણા પ્રણાલિકાગત આયોજનોને આપણે જાળવી રાખીએ પરંતુ
બીજી બાજુથી ભગવાનના અવતાર સાથે વણાયેલા મહાત્મ્યનો અને મહીમાનો આપણે લોપ કરીએ છીએ. આવા અવસરે આપણને એવો વિચાર કેમ ન આવે કે ભગવાન જે હેતુઓ ખાતર અવતાર લે છે કે જન્મે છે. એ હેતુઓને સિઘ્ધ કરવાનો ધર્મ બજાવવા આપણે બંધાયા છીએ.?
સુખ બધાને જોઇએ છે, સ્વર્ગ બધાને જોઇએ છે, પણ એ નિરર્થક ઉત્સવોથી થોડાં આવે ? મનુષ્યે પોતે જ સ્વર્ગ અને સુખ મેળવવાનાં છે એને માટે ઘટના પ્રયત્નો થવા જ જોઇએ.
અંગ્રેજીમાં એક કહેવત છે કે ‘કલીન્લીનેસ ઇઝ ગોડલીનેસ’જયાં સ્વચ્છતા ત્યાં પરમેશ્ર્વર?
ઉપર દર્શાવેલ સામાજીક બદીઓને મિટાવ્યા વિના અસુરોને રાક્ષસોને અનીષ્ટોને, અધર્મીઓને સ,ધરવા જ પડે…
આપણે ત્યાં રસ્તાઓ થોડા છે. વાહનો વધી રહ્યા છે. મહાનગરોમાં ટ્રાફીકની ભીડ વઘ્યે જ જાય છે. પાર્કિગ ન હોવાથી માર્ગો પર મોટરકારની લાઇન જોવા મળે છે. ટુંક સમયમાં રસ્તાઓ આવી ગેકાયદે ઊભેલી મોટરકારની હાર કતાર સર્જાશે અને નવી મોટરો ખરીદનારને તેમની પાસે પાર્કિગની વ્યવસ્થા છે કે નહિ એ જાણીને જ લાયસન્સ અપાશે એમ જણાયા વગર રહેતું નથી. !
સામાન્ય વર્ગના લોકો સહન કરવી પડતી કટોકટીઓ પૂર્તિ લક્ષ નહિ અપાય તો રોષ-આક્રોશ અને વિદ્રોહ ફાટી નીકળશે એમ કહ્યા વિના છૂટકો નથી!