કરલો દુનીયા મુઠ્ઠીમા રીલાયન્સના સ્થાપક સ્વ. ધીરૂભાઈ અંબાણીનું જીવન સુત્ર રીલાયન્સ ઈન્ડસ્ટીઝ સાર્થક કરતી હોયતેમ કંપની સતત પણે વિકાસની હરણફાળ ભરી રહી છે. તાજેતરમાં 31 ડીસે. સુધીના ત્રીમાસીક પરિણામમાં કંપનીએ 16.7%નો વિકાસ દર હાંસલ કરી 44 હજાર કરોડના આંકને પાર કરી છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પરિણામમાં કુલ કર સહિતની આવક 44.678 કરોડ થવા પામી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ની મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, ’વધુ એક ત્રિમાસિક ગાળામાં રિલાયન્સે સુદૃઢ પરિચાલન અને નાણાકીય કામગીરીનું પ્રદર્શન કર્યું છે, જે તેના તમામ વ્યવસાયોમાં ટીમો દ્વારા કરવામાં આવેલા અસાધારણ પ્રયત્નોને આભારી છે.
31 ડીસેમ્બરના ત્રિમાસીક ગાળાના પરીક્ષાઓની વિકાસદર 16.7%થી રહ્યો ઉચો
સમગ્ર વિશ્વમાં જિયોએ ટૂ 5જી સેવાઓ સૌથી ઝડપી રીતે ભારતમાં ઉપલબ્ધ બનાવી છે. દેશના દરેક શહેર, નગર અને ગામડાં હવે હાઇ-સ્પીડ ડિજિટલ કનેક્ટિવિટીથી સજ્જ છે, જે અપ્રતિમ ડિજિટલ સુલભતા અને ટેકનોલોજી-આધારીત વિકાસના નવા યુગને આવકારશે. જિયોભારત ફોન અને જિયોએરફાઇબર સેવાઓનો સુદ્દઢ સ્વીકાર જિયોના સબ્સ્ટાઇબર બેઝના સતત વિસ્તરણમાં પરિણમ્યો છે, જે ડિજિટલ સેવાઓના વ્યવસાયના ઉત્કૃષ્ટ વૃદ્ધિમાં ફાળો આપે છે.
રિટેલ સેગમેન્ટે તેના ઝડપથી વિસ્તરતા ભૌતિક તેમજ ડિજિટલ કૂટપ્રિન્ટ સાથે પ્રભાવશાળી નાણાકીય કામગીરી પણ આપી છે. રિલાયન્સ રિટેલ તેના પોર્ટફોલિયોમાં નવી બ્રાન્ડ અને ઓફર ઉમેરીને ગ્રાહક ખરીદીના અનુભવને સમૃદ્ધ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેની નવી વાણિજ્ય (ન્યૂ કોમર્સ) પહેલ ટેકનોલોજી દ્વારા લાખો નાના વેપારીઓની વૃદ્ધિની યાત્રાને સમર્થન આપતાં વિપુલ પ્રમાણમાં સામાજિક મૂલ્ય પેદા કરે છે.
ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટે તેનો અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક આવક નોંધાવ્યો છે. મને એ જણાવતા આનંદ થાય છે કે કેજી ડી6 હવે ભારતના ગેસ ઉત્પાદનમાં 30% યોગદાન આપી રહ્યું છે, જે હરિયાળી અને સ્વચ્છ આવતીકાલ તરફની સંક્રાંતિને વેગ આપે છે. ઓ2સી સેગમેન્ટ પરિચાલન લવચીકતા અને મજબૂત સ્થાનિક માગની મદદથી મજબૂત કામગીરીનું પ્રદર્શન કર્યું. ટકાઉપણાની તેની પ્રતિબદ્ધતાનું પાલન કરીને, રિલાયન્સ પાયરોલિસિસ ઓઇલને રાસાયણિક રીતે રીસાયકલ કરીને સર્ક્યુલર પોલિમર્સમાં તબદિલ કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે. ન્યૂ એનર્જી ગીગા કોમ્પ્લેક્સ કેલેન્ડર વર્ષ 2024 ના બીજા ભાગમાં કાર્યરત થવા માટે સજજ છે. મને વિશ્વાસ છે કે રિલાયન્સનો ન્યૂ એનર્જી બિઝનેસ વધારે શુધ્ધ ઇંધણ અપનાવવા માટેની વૈશ્વિક ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવશે.”
જીયો પ્લેટફોર્મ્સના પરિણામ
જીયો પ્લેટફોર્મ્સના 3 મહિનાની આવક રૂ. 32,510 CRORE, વાર્ષિક ધોરણે 11.4% વધુ, કવાર્ટલી આવક રૂ.13,955 CRORE, વાર્ષિક ધોરણે 11.5% વધુ રહી જિયોએ પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડવાનું ચાલુ રાખ્યું છે, ચોખ્ખો વધારો 10 ક્વાર્ટરની ટોચે જિયોના ટૂ 5જીએ ઝડપથી વૃધ્ધિ કરીને વાયરલેસ ડેટા ટ્રાફિકનો એક ચતુર્થાંશ હિસ્સો પ્રાપ્ત કર્યો કસ્ટમર એંગેજમેન્ટ મેટ્રીક્સ પર જિયોએરફાઇબર જિયોફાઇબર કરતાં આગળ છે, આંશિક સેવા મેળવતા ત્રીજા અને ચોથા વર્ગના નગરો અને ગામડાંના માર્કેટમાં વિપુલ માગ જોવાઇ હતી. જિયોભારતે રૂ.1,000થી નીચેના સેગમેન્ટમાં 45% બજારહિસ્સો પ્રાપ્ત કર્યો ંહતો.