ચીન વાયરસ તરીકે ઓળખાતા કોવિડ ૧૯ જન્ય કોરોના હવે વૈશ્વિક સ્તરે હાહાકાર મચાવનાર વૈશ્વિક મહામારીનું રૂપ લઈ ચૂકી છે ત્યારે ભારતમાં પણ નવેસરથી આ વાયરો ઉથલો મારી ચૂક્યો છે અને નવા સંક્રમિત કેસોની સંખ્યા ના ભારે ઉછાળા એ સર્વત્ર ચિંતાનું માહોલ ઊભો કર્યો છે તેવા સંજોગોમાં કોરોના ની સારવાર આજે દરેક માટે પડકારરૂપ બની ચૂકી છે સરકારી ધોરણે આ મહામારી ના ઈલાજ માટે તમામ વ્યવસ્થાઓ ઉભી કરી છે સરકારી હોસ્પિટલ મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લઇ જિલ્લા આરોગ્ય કક્ષાએ અદ્યતન સુવિધાવાળા કોવીડસેન્ટર ઉભા કરવામાં આવ્યા છે અને તેમાં સારવાર પણ ચાલી રહી છે અલબત્ત કોરોના મહામારી અત્યારે રાજરોગ નું રૂપ લઇ ચુક્યું હોય તેમ સારવારમાં અમીર ગરીબ જેવો અલગ-અલગ માહોલ ઉભો થયો હોય તે મ આ સારવાર સરકારી રાહે ઉપલબ્ધ છે તો બીજી તરફ ખાનગી રાહે થતી સારવાર સામાન્ય માનવીને પોષાય તેમ નથી ખાનગી કોવીડ સેન્ટર મા સારવારનો ખર્ચ નું પેકેજ ફાઈવ સ્ટાર હોટલ થી જરા પણ કમ નથી લાખો રૂપિયા નો ખર્ચો ખાનગી સેન્ટરોમાં થાય છે જોકે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ ને એક પાઈનો પણ ખર્ચો થતો નથી જમવાની થાળી થી લઈ તમામ દવા સારવારની નિશુલ્ક સેવા આપવામાં આવે છે બીજી તરફ ખાનગી કોવિડ સેન્ટરમાં તો શ્વાસ લેવાના પણ પૈસા ચૂકવવામાં આવે છે અત્યારે કોરોના મહામારી એક ચોક્કસ વર્ગ માટે અઢળક કમાણીનું સાધન બની ચૂક્યું છે. મોટી ઉંમર હોય. ડાયાબિટીસ. બ્લડ પ્રેશર. જેવી બીમારીઓ ધરાવતા લોકોને જો કોરો નો પોઝિટિવ આવે અને આર્થિક સ્થિતિ સારી હોય સરકારી ના બદલે ખાનગીમાં દાખલ કરવામાં આવે તો પ્રથમ દિવસથી રજા મળે ત્યાં સુધી નો ખર્ચનો આંકડો અકલ્પનીય હોય છે લાખો રૂપિયાની સારવાર ખર્ચ છતાં પણ કોરોના દર્દીઓ ને સંપૂર્ણપણે સાજા થવાની કોઈ ગેરંટી આપવામાં આવતી નથી કેમ મળતી નથી કોરોનાની સારવારની ચોક્કસ દવા આજની તારીખે બજારમાં આવી નથી વાયરસ ની રસી નથી અત્યારે દર્દીના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા ની દવા કોરોના ઈલાજ બની રહ્યો છે આ ઇંજેક્શન ખુબજ મોંઘા ભાવના આવે છે સરકારી સેન્ટરમાં ખાનગી હોસ્પિટલોની જેમ જ તમામ સારવાર ઉપલબ્ધ છે તેમ છતાં માલેતુજાર અને પૈસાપાત્ર લોકો ને સરકારી હોસ્પિટલની સારવાર બીજા નંબરનો વિકલ્પ બની ચૂકી છે કોરોના અત્યારે સારવારની દ્રષ્ટિ અમીર અને ગરીબ વર્ગમાં વેચાઈ ચૂક્યો છેજો કે અત્યારની સ્થિતિમાં નવા દર્દીઓની સંખ્યા વધે છે તેની સાથે સાથે રિકવરી રેટ પણ વધતો જાય છે અને મૃત્યુ દર પણ કાબૂમાં આવ્યું છે પરંતુ વાયરસ હજુ સંપૂર્ણપણે કંટ્રોલમાં નથી, હવે આ બીમારી દવા સારવારની સાથે સાથે માનસિક આત્મવિશ્વાસ પર આધારિત બની ગઈ હોય તેમ આ મહામારીમાં દર્દી અને તેના પરિવારજનોના ભયના પરિબળ ખૂબ જ અસર કરતા છે તેવા સંજોગોમાં બીમારીનો સામનો આત્મવિશ્વાસ અને સંપૂર્ણપણે સૂઝબૂઝથી કરવાનું નિષ્ણાતો મત આપી રહ્યા છે કોરોનાના ભયને રોકડ લાભ માં ફેરવવા માટે ગીધડા ચારેકોર ગોઠવાયચૂક્યા છેકોરોના ની સારવારની ચોક્કસ દવા હજુ બજારમાં આવી નથી, જો કે રસી તૈયાર થઇ ગઇ હોવા હોવાના અનેક કંપનીઓએ દાવા શરૂ કરી દીધા છે પરંતુ કોઈપણ રસી છ મહિનાથી લઈને ૩૬ મહિના સુધીના પરીક્ષણના ગાળા બાદ જ ઉપયોગમાં આવે છે તેવા સંજોગોમાં હજુ આ રસી આવતા આવતા લાંબો સમય લાગવાનો છે તેવા સંજોગોમાં કોરોના અત્યારે ખાનગી આરોગ્ય ક્ષેત્ર માટે વૈશ્વિક ધોરણે લખલૂટ કમાણીનું સાધન બની ચૂક્યું છે તે ની સંદેહ છે જોકે જિંદગી સામે કોઈ વસ્તુ કીમતી હોતી નથી આરોગ્ય અને બિમારીની સારવાર માટે થતાં ખર્ચમાં લોગને કોઈ આવશ્યકતા નથી પરંતુ અત્યારે કોરોના ની સારવાર અમીર અને ગરીબ વર્ગ બે ભાગમાં વહેંચાઇ ચૂક્યા છે ખાનગી હોસ્પિટલમાં આ સારવાર નો ખર્ચ લાખોમાં થાય છે સરકારી હોસ્પિટલમાં એક રૂપિયાનો પણ ખર્ચ થતો નથી બંને જગ્યાએ બીમારી ની સારવાર માં કોઈ કસર રખાતી નથી પરંતુ ક્યાંય સંપૂર્ણ સાજા થવાની ગેરંટી આપવામાં આવતી નથી વિશ્વના માનવ સમાજ માટે પડકારરૂપ બનેલા કોવિદ્ જન્ય કોરોના સામે સુરક્ષિત રહેવા માટે અત્યારે કોઈ નિશ્ચિત દવા નથી તેવા સંજોગોમાં આ મહામારી સામે માત્ર ને માત્ર”સાવચેતી”એ જ અસરકારક ઉપાય છે રસી આવે ત્યાં સુધી આ બીમારી અત્યારે લાઈલાજ છે તેવા સંજોગોમાં કોરોના ની સારવાર અને સારવાર માં સંપૂર્ણ સુજબુજ અને હિંમતથી કામ લેવા સિવાય કોઈ છૂટકો નથી
Trending
- ગાયના છાણાની વસ્તુઓ ઓનલાઇન વેંચશે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન
- નિરંજન શાહ સ્ટેડિયમમાં ખરાખરીનો જંગ: આયર્લેન્ડ ટોસ જીતી બેટીંગમાં ઉતર્યું
- અમદાવાદ: ફ્લાવર શોમાં પ્રી-વેડિંગ અને ફિલ્મ શૂટિંગ કરી શકાશે, જાણો ચાર્જ
- પાટીદાર સમાજે ભવિષ્યલક્ષી આયોજન થકી વિકાસની હરણફાળ ભરી છે: સીએમ
- ગુજરાતી ફિલ્મ “તારો થયો” જીવનભરના સંગાથની કથા દરેકનું મન મોહી લેશે
- વિશ્ર્વામાં સૌથી વધુ બોલાતી ભાષામાં હિન્દી ચોથા ક્રમે: આજે વિશ્ર્વ હિન્દી દિવસ
- ભારતીય ટીમમાંથી મુંબઈની સયાલી સતઘરે એ કર્યો ડેબ્યુ
- TMKOC : 19 દિવસથી પાણી નથી પીધું,’સોઢી’ ઉર્ફે ગુરચરણ સિંહની હાલત ગંભીર!